સુરેન્દ્રનગર જિલ્લામાં થર્ટીફર્સ્ટની ઉજવણી અંતર્ગત બુટલેગરો મોટાપાયે દારૂ ઘુસાડવાની પ્રેરવી કરી રહ્યાની મળેલી માહિતીના આધારે સ્ટાફે મુળી પંથકમાં બે સ્થળેથી રૂ.૧૦.૧૨ લાખની કિંમતનો વિદેશી દારૂ-બિયર સાથે એક શખ્સની ધરપકડ કરી જયારે ચાર શખ્સોની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા એસ.પી.મનીન્દર પવારે આપેલી સુચનાને પગલે એલસીબીના સ્ટાફ મુળી પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે થાન તરફથી જી.જે.૩૬ ટી ૭૫૯૦ નંબરની યુટીલીટી જીપમાં હળવદના દેવળીયાનો વિજય જયંતિ પટેલ નામનો શખ્સ દારૂની ડિલીવરી કરવા જઈ રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ક્રિષ્ના હોટલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન યુટીલીટી જીપને અટકાવી તલાશી લેતા રૂ.૮.૪૫ લાખની કિંમતનો ૧૬૧૮ બોટલ દારૂ અને ૩૬૦ બિયરના ટીન સાથે વિજય પટેલની ધરપકડ કરી યુટીલીટી અને પાયલોટીંગ કરતી કાર મળી રૂ.૧૭.૯૫ લાખનો મુદામાલ સાથે કબજે કર્યો હતો.
ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો મુળીના રામપરડા ગામનો શખ્સ ચાપરાજભાઈ કાઠી થાનગઢ ગામેથી ભરીને મુળીના લીપા ગામે કુલદીપસિંહ રાણા અને યુવરાજસિંહને ડિલીવરી કરવા જતા હોવાનું ખુલ્યું હતું. મુળીના પી.એસ.આઈ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે લીયા ગામે અનિરુઘ્ધસિંહ રાણાના પડતર મકાનમાં દરોડો પાડી રૂ.૧.૪૬ લાખની કિંમતનો ૩૪૮ બોટલ દારૂ અને ૭૨ બિયરના ટીન આવતા આ દારૂનો જથ્થો કુલદીપસિંહ વાધુભા રાણાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.