વિશ્ર્વમાં પથરાયેલા ભારતીય સ્કિલ્ડ વકર્સને પરત લાવવાનો સમય પાકી ગયો છે: મુકેશ અંબાણી
વિશ્ર્વમાં ફેલાયેલા ભારતીય બુઘ્ધિધનને ‘ઘર વાપસી’ માટે મુકેશ અંબાણીએ આહ્વાન કર્યું છે. ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે ! ઉલ્લેખનીય છે કે ભારતનું બુઘ્ધિધન વિદેશ જેવા કે ઓસ્ટ્રેલિયા, અમેરીકા, ન્યુઝીલેન્ડ, અમેરીકા, કેનેડા, બ્રિટન અને જર્મની જેવા દેશોમાં ઉચ્ચપદે કામ કરી રહ્યું છે. હવે ભારત દેશનો સિનારીયો બદલાઈ ગયો છે. તેમાં ઉતરોતર પરીવર્તન આવી રહ્યું છે ત્યારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આહ્વાન આપ્યું છે કે વિશ્ર્વમાં ફેલાયેલું ભારતીય બુઘ્ધીધન ઘરવાપસી કરે. મોદી સરકારે ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલ માટે મેક ઈન ઈન્ડિયા જેવો પ્રોજેકટ મુકયો છે.ત્યારે ભારતનું બુઘ્ધીધન વિદેશમાંથી ઘરવાપસી કરીને તેમાં સહયોગ આપે.
ખાસ કરીને ભારતીય આઈ.ટી. (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) કંપનીઓ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરરથી તણાવમાં આવી ગઈ છે. ખાસ કરીને અમેરીકામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેકટરમાં કામ કરતા સ્કિલ્ડ પ્રોફેશનલો માટે ટ્રમ્પ ટેરરથી તલવાર લટકે છે. તેમને આશંકા છે કે ગમે ત્યારે અમેરીકામાંથી તેમને બહાર કરી દેવાશે. આથી જ રીલાયન્સ જુથના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતના આશરે ૧.૩ મિલિયન સ્કિલડ વર્કસને ભારત ઘર વાપસી કરવા આહવાન કર્યું છે. અમેરીકામાં એચ૧બી વિઝા પોલીસીમાં પણ વધુ કડક જોગવાઈ કરવામાં આવી રહી છે તેથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કંપનીઓ તણાવમાં આવી ગઈ છે કે હવે આગળ અમેરીકામાં તેમનું ભવિષ્ય શું અમેરીકામાં તો તાજેતરમાં ઘણા ભારતીયો પર હુમલા થયા અને તેમની હત્યા થઈ છે.