ગોંડલ, મોરબી, જામનગર યાર્ડ હડતાલમાં નહિ જોડાઈ: રાજકોટ યાર્ડ અનિર્ણિત
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ અધ્યાદેશોનાં વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ વિરોધ નોંધાવવા કાલે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડની વાત કરવામાં આવે તો આવતીકાલ તા.૨૫ના રોજ ભેંસાણ માર્કેટીંગ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે તેમ યાર્ડના ચેરમેન નટુભાઈ પોકિયા તેમજ અરવિંદભાઈ કાવલીયા દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત વાંકાનેર યાર્ડ પણ આ હડતાલમાં જોડાઈ તેવી પુરેપુરી શકયતા છે.ગોંડલ માર્કેટ યાડઁ વિરોધ કરી હડતાલ માં નહીં જોડાય તેવું ચેરમેન ગોપાલભાઇ શિંગાળા દ્વારા જણાવાયું છે.તેમણે કહ્યું કે વરસાદ ને કારણે માલ ખાતરો માં રાખી શકાય તેમ નથી.ઉપરાંત ખેડુતો ને રવિ સિઝન માટે નાણાં ની જરુરીયાત હોય યાડઁ બંધ રાખવુ ઉચિત નથી.
બીજી બાજું યાડઁ નાં કમીશન એજન્ટ એસોસિએશન દ્વારા હડતાલ ને ટેકો જાહેર કરયો છે.એસોસિયેશન નાં પ્રમુખ મુકેશભાઈ સતાતીયા એ જણાવ્યું કે ખેડૂતો નાં અસ્તિત્વ ની લડાઇ હોય લડત ને ટેકો જાહેર કરી તા.૨૫ નાં કામકાજ બંધ રાખી વિરોધ રજુ કરાશે.આમ હડતાલ નાં મુદ્દે યાડઁ નાં સતાધીસો અને કમીશન એજન્ટ એસોસિએશન આમનેસામને આવવાં પામ્યાં છે.ભેંસાણ, વાંકાનેર, ને બાદ કરતા ગોંડલ, મોરબી, જામનગર સહિતના યાર્ડ હડતાલમાં જોડાશે નહિ તો રાજકોટ માર્કેટીંગ યાર્ડ હજુ બંધના એલાન મુદે અનિર્ણિત છે.