કેન્દ્ર અને રાજય સરકારના બજેટમાં મુકાયેલી જન કલ્યાણ કારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરાશે
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ બેઠક યોજાઇ હતી.
આગામી આજથી ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી રાજ્યભરમાં જિલ્લા તેમજ મંડલ સ્તરે ભાજપા દ્વારા કાર્યશાળાઓ યોજી કાર્યકર્તાઓને બજેટના મહત્વના મુદ્દાઓથી અવગત કરાવવામાં આવશે જઆગામી ૬ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે રાજ્યભરમાં બુથ સ્તરે ઉજવણી કરવામાં આવશે અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પક્ષના ઈતિહાસ, રાષ્ટ્ર નિર્માણમાં ભાજપાનો ફાળો સહિતના વિષયો જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવશે.આ બેઠકમાં પ્રદેશ મીડીયા ક્ધવીનર પ્રશાંતભાઈ વાળાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ઉપસ્થિત સૌ આગેવાનોને કેન્દ્રીય અને રાજ્યના બજેટ અંગે છણાવટ કરી હતી.
આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ,શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષઓ, પ્રદેશ મંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, પ્રમુખ-મહામંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.