શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણકારી યોજનાઓ ઉપર ખાસ ધ્યાન આપશે સરકાર: ફંડમાં દોઢ થી બે ગણાનો વધારો થવાની અપેક્ષા
આગામી કેન્દ્રીય બજેટમાં સામાન્ય લોકો માટે સરકાર ખાસ ધ્યાન આપશે. શેડયુલ કાસ્ટ અને શેડયુલ ટ્રાયબ સમાજ માટે સરકાર બજેટમાં મસમોટા ફંડની જાહેરાત કરે તેવી શકયતા છે. નીતિ આયોગે આ માટે પ્લાન ઘડી કાઢયો હોવાનું જાણવા મળે છે.
એસટી, એસસી દેશની વસ્તીમાં ૨૫ ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. નાણા પ્રધાને તમામ મંત્રાલયો અને વિભાગોને નાણાકીય બજેટમાં પોતાની ભલામણો મુકવા સુચન કર્યું છે. ગત બજેટમાં સરકારે એસસી માટે ૫૨૦૦૦ કરોડ અને એસટી માટે ૩૨૦૦૦ કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. જેમાં આગામી બજેટમાં ધરખમ વધારો જોવા મળશે. ફૂડ, ટેકસટાઈલ અને આરોગ્ય મામલે અપાતી રાહતો વધશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ફાળવાતુ ફંડ એસસી માટે ૧૬.૬૦ ટકા અને એસટી માટે ૮.૬૦ ટકા સુધી રહેશે. જે ગત બજેટમાં અનુક્રમે ૧૫.૨૦ ટકા અને ૮.૨૦ ટકા હતું. ગત બજેટમાં ફાળવાયેલા ઉચ્ચ શિક્ષણ માટેના ફંડ કરતા આગામી બજેટમાં વધુ ભંડોળ ફાળવવામાં આવશે. એસસી, એસટીને લગતી કલ્યાણકારી યોજનાઓમાં અમલવારીને વધુ પધ્ધતિસરની બનાવવામાં આવશે.
કેન્દ્રીય બજેટમાં એસસી, એસટીની સાથો સાથ ખેડૂતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સરકાર કૃષિને લગતા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે મસમોટા ફંડ ફાળવે તેવી આશા પણ સેવાઈ રહી છે.
આગામી બજેટ લોકસભાની ચૂંટણી પહેલા છે. સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરોમાં વસતા એસસી, એસટી સમુદાય માટે રાહતોનો ભંડાર ખોલશે.
શિક્ષણ, આરોગ્ય અને સામાજીક ઉત્થાન માટે સરકાર વધુ યોજનાઓ જાહેર કરે તેવી પણ શકયતા છે.
ફેબ્રુઆરીમાં બજેટ જાહેર થાય તેવા એંધાણ સાથે સરકારે નીતિ આયોગને ફંડના આયોજન માટે તૈયારીનો આદેશ આપ્યો છે.
નીતિ આયોગને એસસી, એસટી સમાજની કલ્યાણકારી યોજનાઓને ધ્યાને લઈ પ્લાન ઘડવાનું શ‚ કરી
દીધું છે.
ગત બજેટમાં ફાળવવામાં આવેલા ભંડોળ કરતા આગામી બજેટમાં સરકાર બે ગણુ ભંડોળ ફાળવે તેવી અપેક્ષા
પણ છે.
વર્ષ ૨૦૧૬ના બજેટમાં એસસી, એસટી માટે અંદાજે રૂ.૩૦૬૦૦ કરોડ ફાળવાયા હતા જે ૨૦૧૭-૧૮ના બજેટમાં ૫૨૪૦૦ કરોડ થયા હતા. માટે આગામી બજેટમાં ૨ ગણુ ભંડોળ ફાળવાય તેવું માનવામાં આવે છે.