- સમાજના દરેક વર્ગના વિકાસ સાથે ભવિષ્યને વેગવંતુ બનાવવા માટેના બજેટને આવકારતા ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજય કોરાટ
દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશે તથા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરીને સૌનો સાથ – સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. જેમાં દેશના ખેડૂતો, યુવા શક્તિ, મહિલા શક્તિ અને સમાજના દરેક વર્ગના વિકાસ સાથે સમૃદ્ધ અને દેશના વિકાસને વેગવંતુ બનાવવા માટેનો વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો, યુવા, મહિલા અને સમાજના દરેક વર્ગના વિકાસ સાથે સમૃદ્ધ ભવિષ્ય અને દેશના વિકાસને વેગવંતુ બનાવતું બજેટને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે આવકાર સાથે અભિનંદન પાઠવ્યા છે.
વધુમાં વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કે, બજેટમાં દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર અને ગ્રામ વિકાસ માટે રૂ.27000 કરોડ બજેટમાં ફાળવીને રાજ્યના ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1612 કરોડની જોગવાઈ કરવામાં આવી, ઉભા પાકને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે ખેતરની ફરતે વાયર ફેન્સીંગ માટે રૂ.500 કરોડનો વધારો કરવામાં આવ્યો. કૃષિ ઉપ્તાદનનું મુલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી, ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશી.ક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે, સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ 1 લાખથી વધારે ખેડૂત સભાસદોને મળશે.
વડાપ્રધાનએ જળસંચય માટે કરેલા આહવાનને આગળ ધપાવવા માટે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેઈન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે, વડાપ્રધાનએ દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું સપનું સેવ્યું છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્યની સરકાર તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં કૃષિના સર્વાંગી વિકાસ માટે કરોડોની જોગવાઈ બદલ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે અભિનંદન પાઠવ્યા હતા.