નાણામંત્રી કનુભાઇ દેસાઇ નવી સરકારનુ પ્રથમ બજેટ રજુ કરશે: જંત્રીના દરોમાં વધારા સાથે કેટલીક મહત્વની યોજના જાહેર કરાય તેવી સંભાવના: 30 દિવસ ચાલશે બજેટ સત્ર

ગુજરાત વિધાનસભામાં આગામી ર0મી ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થશે. દરમિયાન ર1મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ નવી સરકારનું પ્રથમ બજેટ રજુ કરશે. જેમાં જંગીના દરમાં વધારો કરવામાં આવે તે વાત ફાઇનલ માનવામાં આવી રહી છે. બજેટમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા ઐતિહાસિક જીત જેવું જ ઐતિહાસિક બજેટ આપવાનો ધમધમાટ શરુ કરી દાવો છે.

રાજયમાં સપ્ટેમ્બર-2021માં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. દરમિયાન કનુભાઇ દેસાઇએ નાણામંત્રી તરીકે રજુ કરેલું પ્રથમ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. ર,43,965 કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું. જેમા ગુજરાતની જનતા પર એક પણ રૂપિયાનો કરબોજો લાદવામાં આવ્યો ન હતો. નવી સરકારના પ્રથમ બજેટમાં રાજયની જનતાની અપેક્ષા પરિપૂર્ણ કરનારુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાજયમાં ગત 1રમી ફેબ્રુઆરીના રોજ નવી સરકાર સત્તારૂઢ થઇ હતી. અત્યાર સુધીમાં માત્ર બે દિવસનું ટુંકુ સત્ર મળ્યું હતું. જેમાં વિધાનસભાના અઘ્યક્ષ-ઉપાઘ્યક્ષ ની વરણી કરવામાં આવી હતી. અને અલગ અલગ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આગામી ર0મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થશે.  જેમાં ર1મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા નવી સરકારનું બજેટ રજુ કરવામાં આવશે. જેમાં ભાજપ દ્વારા ચુંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા. વચનો પરિપૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આયુષ્યમાન ભારત કાર્ડમાં સારવારમાં ખર્ચની મર્યાદા જે પાંચ લાખ રૂપિયા છે તે વધારીને 10 લાખ કરવામાં આવશે. આ ઉપરાંત રાજયની મહાપાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કામો માટે ફાળવાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. છેલ્લા 1ર વર્ષથી રાજયમાં જંગીના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી હવે જંગીના દરમાં વધારો કરવામાં આવશે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

નાણામંત્રી કનુભા દેસાઇએ વર્ષ 2022-23 નું રૂ. ર,43,965 કરોડનું બજેટ રજુ કર્યુ હતું. જે કદની દ્રષ્ટિએ ઐતિહાસિક હતું હવે નવા વર્ષના બજેટનું કદનું વધુ રહે તેવી સંભાવના રહેલી છે.બજેટમાં ગુજરાતની જનતા પર નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહિવત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.