નાણામંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ-2023-2024નું બજેટ રજૂ કરશે: નવી સરકારના બીજી સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેશે
ગુજરાત વિધાનસભામાં આગામી 23મી માર્ચથી નવી સરકારનું બીજુ સત્ર મળશે. 35 દિવસ સુધી આ સત્ર ચાલશે. જેમાં સત્રના આરંભના બીજા દિવસે 24મી માર્ચના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વર્ષ-2023-2024નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. અગાઉ સત્ર દરમિયાન માત્ર ગૃહની પાંચ દિવસ કામગીરી ચાલતી હતી. શનિ-રવિ રજા રહેલી હતી. હવે માત્રી બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. સત્ર દરમિયાન ધારાસભ્યોને નવ રજા મળશે. બીજી સત્રમાં નવી સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ગુજરાત વિધાનસભામાં આગામી 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી 35 દિવસ માટે બજેટ સત્ર મળશે. જેવી કામ ચલાઉ યાદી જાહેર કરી દેવામાં આવી છે. 24મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન કુલ 9 જાહેર રજાઓ રહેશે. અત્યાર સુધી એવી પરંપરા રહી છે કે વિધાનસભાના સત્ર દરમિયાન સપ્તાહમાં સોમવારથી શુક્રવાર સુધી એમ માત્ર પાંચ દિવસ જ કામગીરી થતી હતી. શનિ-રવિ એમ બે દિવસ રજા રહેલી હતી. આ બે દિવસની રજામાં ધારાસભ્યો પોતાના વતનમાં જઇ શકતા હતા. દરમિયાન વિધાનસભાના નવા અધ્યક્ષ શંકશભાઇ ચૌધરીએ હવે સોમવારથી શનિવાર સુધી સત્રની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર બીજી અને ચોથા શનિવારના રોજ રજા રહેશે. સરકારી કેલેન્ડર મુજબ સરકાર દ્વારા જે રજાઓ જાહેર કરવામાં આવી છે. તે દિવસે જ રજા રહેશે. પાંચના બદલે છ દિવસ વિધાનસભા સત્ર દરમિયાન કામકાજ રહેશે. તેવા નિર્ણયથી ધારાસભ્યોમાં થોડી કચવાટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભાના સત્રનો વિધિવત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 156 બેઠકો સાથે ફરી સત્તારૂઢ થયું છે. આવામાં જનતાની અપેક્ષા પણ સરકાર પાસે વધી છે. પ્રથમ બજેટમાં ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા કેટલીક લોકાનુભાવન યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે.