- લોકસભાની ચૂંટણી માથે હોય અનેક મહત્વપૂર્ણ જાહેરાતોની આશા : 9 ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્ર, વિપક્ષો શાંતિ જાળવી રાખે તેવી શકયતા
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ છે. આ સત્ર બે રીતે ખાસ છે – પ્રથમ, આ સત્રમાં દેશના નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે. તે જ સમયે, આ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કાલે 1 ફેબ્રુઆરીએ ગૃહમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી નાગરિકોને રાહત મળવાની આશા છે. તે જ સમયે, 9 ફેબ્રુઆરી સુધી ચાલનાર સત્ર શાંત રહી શકે છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રલહાદ જોશીએ સંસદમાં રાજકીય પક્ષોની બેઠકમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાન સિતારમન રાષ્ટ્રપતિ શાસન ધરાવતા જમ્મુ-કાશ્મીરનું પણ બજેટ રજૂ કરશે.
કોંગ્રેસ નેતા કે સુરેશે જણાવ્યું હતું કે પક્ષ બજેટ સત્ર દરમિયાન બેકારી, ઉંચો ફુગાવો, મણિપુરમાં હિંસા અને કૃષિ સંકટ જેવા મુદ્દાઓ ઉઠાવશે. તૃણમુલ કોંગ્રેસ નેતા સુદિપ બંદોપાધ્યાયે માગ કરી છે કે નાણા પ્રધાન વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમો હેઠળ પશ્ચિમ બંગાળને આપવાની બાકી રકમનો સમાવેશ કરે.
સંસદમાં બજેટ સત્ર પહેલા મંગળવારે તમામ પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક માટે કેન્દ્ર દ્વારા તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બંને ગૃહોના તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક સંસદની પુસ્તકાલયમાં યોજાઈ હતી. બેઠક શરૂ થાય તે પહેલાં, ટીએમસી સાંસદો સુદીપ બંદોપાધ્યાય અને સુખેન્દુ શેખર રે કેન્દ્રીય પ્રધાનો પ્રહલાદ જોશી અને અર્જુન રામ મેઘવાલને મળ્યા હતા. તેમના સિવાય આ બેઠકમાં એમડીએમકે સાંસદ વાઈકોએ હાજરી આપી હતી.
ભારતીય બંધારણના અનુચ્છેદ 112 હેઠળ સરકાર દરેક નાણાકીય વર્ષની શરૂઆત પહેલા સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. બજેટ એ નાણાકીય વર્ષમાં સરકારની આવક અને ખર્ચ સાથે સંબંધિત દસ્તાવેજ છે. આ નાણાકીય વર્ષ દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય છે અને આવતા વર્ષની 31 માર્ચે સમાપ્ત થાય છે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, તેથી આ વખતે તે વચગાળાનું બજેટ હશે. આ વખતે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ નવી સરકાર આવે ત્યાં સુધી માત્ર સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ હશે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ સામાન્ય ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર દ્વારા જુલાઈમાં રજૂ કરવામાં આવશે.
14 સાંસદોનું સસ્પેન્સન પરત ખેંચાયું, તમામ બજેટ સત્રમાં ભાગ લઈ શકશે
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા 14 વિપક્ષી સાંસદો બજેટ સત્રમાં ભાગ લેવા પરત ફરશે. આ તમામનો મામલો વિશેષાધિકાર સમિતિઓને મોકલવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકારે આ અંગે લોકસભા અને રાજ્યસભાને વિનંતી કરી હતી, જેના પર બંને ગૃહોના સ્પીકરો સહમત થયા છે. વાસ્તવમાં, લોકસભા અને રાજ્યસભા બંને સમિતિઓએ ભલામણ કરી હતી કે શિયાળુ સત્ર દરમિયાન સાંસદોએ તેમના વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યા પછી તેમનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવે. સાંસદોના સતત વિરોધને પગલે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ખેડૂતો માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ થવાની શકયતા
આ વખતે 11.5 કરોડ ખેડૂતોને મળેલી પીએમ કિસાન સન્માનની રકમમાં વધારો થઈ શકે છે. અત્યાર સુધી ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં 6000 રૂપિયા મળે છે. આશા છે કે આ બજેટમાં નાણામંત્રી ખેડૂતો માટે આ રકમ વધારીને વાર્ષિક રૂ. 8000 કરી શકે છે. કૃષિ અને ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે આ રકમ વધારીને માત્ર દેશની અર્થવ્યવસ્થાને સુધારી શકાશે નહીં પરંતુ આ બજેટમાં કૃષિ લોનનો લક્ષ્યાંક પણ વધારવામાં આવશે તેવું અનુમાન છે. આ બજેટમાં કૃષિક્ષેત્રે સુવિધાઓ આપીને રાજકારણ પણ હાંસલ કરશે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ વચગાળાના બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં. આમ છતાં આ ચૂંટણી વર્ષમાં કૃષિ સાથે સંકળાયેલા લોકો અને નિષ્ણાતોને સૌથી વધુ આશાઓ છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં કૃષિ ક્ષેત્રે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
ટેક્સટાઇલ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ સેકટરની પીએલઆઈ સ્કીમને વધુ આકર્ષક બનાવાશે
સરકાર ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ અને ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કેરન્સમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં છે. પીએલઆઈ પ્રોગ્રામમાં ભાગ લેનારી કંપનીઓ માટે આ ક્ષેત્રોને વધુ આકર્ષક બનાવવા માટે કેબિનેટ નોંધને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા ફૂડ પ્રોસેસિંગ અને ટેલિકોમ સિવાયના ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો છે, જે અત્યાર સુધી પીએલાઈ યોજનાઓના પ્રાથમિક લાભાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત 14 ક્ષેત્રોને આવરી લેતી 197 લાખ કરોડની પીએલઆઈ યોજનાની 2021માં જાહેરાત કરવામાં આવી હતી. સરકારે ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ અને ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોગ્રામમાં વધુ કંપનીઓને આકર્ષવા માટે કેબિનેટ નોંધને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પગલું મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને ટેલિકોમને પીએલાઈ સ્કીમ્સથી સૌથી વધુ ફાયદો થયો છે જ્યારે અન્ય ક્ષેત્રો તેટલું સારું પ્રદર્શન કરી રહ્યાં નથી.