સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે, મારી સરકારે એક નવા ભારતનું સપનું જોયું છે. વર્ષ 2014માં ચૂંટણી પહેલાં દેશ અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ મારી સરકારે સત્તામાં આવતા જ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નિર્ણય કર્યો છે. જ્યાં દરેક ગામમાં ગેસ, દરેકને શિક્ષણ, દરેકને રોજગાર સાથે સરકારે તેમના લક્ષ્યાંકો અને યોજનાઓ નક્કી કરી છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે,

*સરકાર ગરીબ મહિલાઓ અને બાળકોમાં કુપોષણના પડકારને ખતમ કરવા પ્રતિબદ્ધ છે. તે માટે મિશન ઈન્દ્ર ધનુષ અંર્તગત પૂર્ણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

*નવી-નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં એમ્સ બનાવવામાં આવી રહી છે.

*ગામડાઓમાં ડોક્ટરની અછતને દૂર કરવા મેડિકલના અભ્યાસમાં 31 હજાર નવી સીટો વધારવામાં આવી છે.

*ગયા વર્ષે દેશના 50 કરોડ ગરીબો માટે ગંભીર બીમારીની સ્થિતિમાં દરેક પરિવારને વર્ષે રૂ. 5 લાખ સુધીનો બીમારી ખર્ચ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

*ચાર મહિનામાં 10 લાખથી વધુ ગરીબોને આ યોજનાનો લાભ મળ્યો છે. તે ઉપરાંત 4 હજારથી વધારે જન ઔષધિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.