- બજેટ સત્ર દરમિયાન પણ સરકારને ઘેરવા વિપક્ષે નિટ પેપર લીક અને રેલવે સુરક્ષા
- જેવા મુદાઓને લઈને રણનીતિ ઘડી, 12 ઓગસ્ટ સુધી ચાલશે બજેટ સત્ર
આજે આર્થિક સર્વેથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જ્યારે કાલે નિર્મલા સીતારમન બજેટ રજૂ કરવાના છે. બજેટ સત્ર દરમિયાન પણ સરકારને ઘેરવા વિપક્ષે નિટ પેપર લીક અને રેલવે સુરક્ષા જેવા મુદાઓને લઈને રણનીતિ ઘડી છે. 12 ઓગસ્ટ સુધી આ બજેટ સત્ર ચાલશે. આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આવતીકાલે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરતા પહેલા, આર્થિક સર્વે 2023-24 નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયો છે. આર્થિક સર્વેમાં આવનારા વર્ષ માટે બજેટની પ્રાથમિકતાઓ વિશેની માહિતી હોય છે. વિકાસ સમીક્ષાની સાથે, તે એવા સેક્ટરને પણ હાઈલાઈટ કરે છે કે જેના પર ભાર મૂકવાની જરૂર છે. આ સર્વેમાં આસપાસ બનતી ઘણી સમસ્યાઓનું વિશ્લેષણ કરે છે અને તેના કારણો પણ સમજાવે છે. મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ આર્થિક સર્વેક્ષણનું સંકલન કરવામાં આવે છે.તે 1950-51 થી 1964 સુધીના બજેટ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારે 31 મેના રોજ, આખા વર્ષ માટે એટલે કે નાણાકીય વર્ષ 2024 માટે પણ જીડીપીનો પ્રોવિઝનલ એસ્ટિમેન્ટ જાહેર કર્યો હતો. નાણાકીય વર્ષ 2024 માં જીડીપીગ્રોથ 8.2% હતો. છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2023માં જીડીપીઙ ગ્રોથ 7% હતો. તેમજ, ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંકે એક મહિના પહેલા નાણાકીય વર્ષ 2025 માટે જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને 7.2% કર્યો હતો. આ સિવાય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાના અંદાજને 4.5% પર જાળવી રાખ્યો હતો.
જૂનમાં છૂટક ફુગાવો વધીને 5.08% થયો છે. આ 4 મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે. એપ્રિલમાં ફુગાવો 4.85% હતો. જ્યારે એક મહિના પહેલા મે મહિનામાં ફુગાવો 4.75% હતો. જ્યારે નાણાકીય વર્ષ 2023-2024ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચમાં રિટેલ મોંઘવારી 4.85% હતી.
જૂનમાં જથ્થાબંધ ફુગાવો વધીને 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 15 જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂનમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.36% થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85% હતો. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 15 મહિનાની ઊંચી સપાટીએ 2.61% પર પહોંચી ગયો છે. અગાઉ એપ્રિલ 2024માં ફુગાવો 1.26% હતો, જે 13 મહિનામાં સૌથી વધુ હતો. જ્યારે માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.85% રહ્યો હતો.
અર્થવ્યવસ્થાને વેગ આપવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને કૃષિ ફાળવણીમાં વધારો થશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં સતત સાતમી વખત 2024-25નું બજેટ અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને કૃષિ ફાળવણીમાં વધારો અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પગલાં પર ભાર મૂકવાની શક્યતા છે.
આયુષ્યમાન ભારત અને એનપીએસ અંગે પણ જાહેરાતની અપેક્ષા
બજેટમાં સામાજિક સુરક્ષા યોજનાઓ અંગેની અપેક્ષાઓ જોઈએ તો “બજેટમાં એનપીએસ અને આયુષ્માન ભારત પર કેટલીક જાહેરાતો છે. માનવામાં આવે છે. પેન્શન યોજનાઓને લઈને રાજ્ય સ્તરે ઘણી ચર્ચા થઈ છે. કેન્દ્ર સરકારે એનપીએસ (નવી પેન્શન સિસ્ટમ) અંગે એક સમિતિની રચના પણ કરી હતી. વડાપ્રધાને આયુષ્માન ભારત વિશે કેટલીક વાતો કહી છે. આવી સ્થિતિમાં, બંને યોજનાઓમાં કેટલીક ઘોષણાઓની અપેક્ષા રાખી શકાય છે.
આવકવેરા વિભાગ માટે નાણામંત્રી રાહતનો પટારો ખોલશે? અનેક અપેક્ષાઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2024થી પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સ છૂટ અને ટેક્સ સ્લેબમાં ફેરફાર પર ધ્યાન આપી શકે છે. તે કપાત અને કરવેરા પ્રક્રિયાને સરળ અને અનુકૂળ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. કરદાતાઓ વ્યાજદરમાં વધારાની અસરોને ઘટાડવા માટે આવકવેરાના નીચા દરોની અપેક્ષા રાખે છે. તેઓ ટેક્સ બ્રેક સહિત ઇક્વિટી રોકાણને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનોની પણ અપેક્ષા રાખે છે, જે તેમની આવકમાં વધારો કરશે. આ ઉપરાંત આગામી બજેટમાં વધુ પારદર્શક કર માળખું અને કર મુક્તિનું વિસ્તરણ પણ અપેક્ષિત છે.
– ટેક્સ સ્લેબના દરોમાં સુધારાથી મધ્યમ આવક જૂથની વ્યક્તિઓ માટે કરનો બોજ ઓછો થવાની અપેક્ષા છે. વધુમાં, નવી કર વ્યવસ્થા હેઠળ, મહત્તમ સરચાર્જ દર હાલમાં 25% પર સેટ છે, જે અગાઉના કર માળખામાં 37% કરતા ઘણો ઓછો છે. શક્ય છે કે નવા કર પ્રણાલીમાં આપવામાં આવેલ લાભો જૂના કર વ્યવસ્થામાં પણ સામેલ કરવામાં આવે.
– કર્મચારીઓને આશા છે કે સરકાર આ વખતના બજેટમાં મોટી જાહેરાત કરશે અને આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કપાત મર્યાદા વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ કાપ, જે નાણાકીય વર્ષ 2014-15 થી રૂ. 1.5 લાખ પર સ્થિર છે, તે આ બજેટમાં રૂ. 2 લાખ સુધી જઈ શકે છે. તેનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે.
– હાઉસ રેન્ટ એલાઉન્સએ પગારનો એક ભાગ છે, જે એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓને તેમના હાઉસિંગ ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવે છે. આ એક કર લાભ છે જે પગારદાર વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે જેઓ ભાડાના આવાસમાં રહે છે. એચ.આર.એ મુક્તિનો નિર્ણય વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલું વાસ્તવિક ભાડું, તેમનો મૂળભૂત પગાર અને રહેઠાણની જગ્યા જેવા પરિબળોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. 50% પગારના આધારે એચ.આર.એ મુક્તિ માટે કેટલાક અન્ય શહેરોનો સમાવેશ કરવા બજેટ
2024માં એચ.આર.એ નિયમોમાં સુધારો કરવામાં આવશે.
– પગારદાર વ્યક્તિઓ ઘણીવાર તેમની આવક વધારવા માટે તેમના નાણાં વિવિધ બચત અને ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાં ફાળવે છે. આ પ્રથા પ્રશ્ન ઊભો કરે છે કે શું સરકારે કલમ 80 ટી.ટી.એ હેઠળ ફિક્સ્ડ ડિપોઝિટ સહિત બેંક ડિપોઝિટમાંથી મળેલા વ્યાજનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં, આ સમાવેશ માટેની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી શકે છે.