જસદણ નગરપાલિકાની સામાન્યસભા બુધવારે પ્રમુખ દીપભાઈ ગીડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે અંદાજપત્ર મંજુર થયું હતું અને કેટલાક નવા ઠરાવો મંજુર અને કેટલાક મુદાઓનો વિરોધ પણ થયો હતો. ગત નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના સાત વોર્ડમાં ભાજપના ૨૩ અને કોંગ્રેસના ૫ સભ્યો ચુંટાતા શાસનકર્તા હાલ ભાજપ છે. આજે બુધવારે તેમની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકામાં બોલાવવાને બદલે પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં બોલાવાતા આ મુદો રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બનેલ હતો.

સામાન્ય સભામાં કુલ મળી બે એજન્ડા લેવામાં આવેલ હતા. પ્રથમ એજન્ડામાં ગત સામાન્ય સભામાં થયેલા ઠરાવોને બહાલી બીજા મુદ્દામાં અંદાજપત્ર (બજેટ)ને લેવામાં આવેલ જેમાં બીજો મુદો બજેટને સર્વસંમતિથી મંજુર કરવામાં આવેલ. જયારે પ્રથમ મુદો ગત સામાન્યસભામાં થયેલા એક પણ કામોને આજે એકપણ સભ્યએ બહાલી આપી ન હોતી અને મીટીંગમાં રાડારાડ થઈ હતી કે ગત શાસન ભ્રષ્ટાચારથી ખરડાયેલું છે. આમ ગત સભાના કામોનો

ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.

ગત ઠરાવોને બહાલી ન મળતા આ કોર્ટ મેટર બને તેવી શકયતા છે. વોર્ડ નં.૨ના નગરસેવિકા જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતે સુચન કર્યું કે દરેક નાગરિકોને આવકના દાખલા સોગંદનામા કર્યા વગર આપવા તેમના આ સુચનો દરેક સભ્યોએ વધાવી સર્વાનુમતે ઠરાવ કર્યો કે દરેક નાગરિકોને આવકના દાખલામાં સોગંદનામુ કરવું નહી પડે આમ દોઢ કલાક જેટલો સમય સામાન્યસભા ચાલી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.