પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ “આત્મનિર્ભર ભારત”નો ઉમદા સંકલ્પ કર્યા છે ત્યારે તેમના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં રજુ થયેલુ બજેટ આ સંકલ્પની સિદ્ધી સમાન બની રહેશે તેમ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ બજેટ ને આવકારતા ઉમેર્યુ છે કે આ આંદાજપત્ર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને પ્રગતિનુ બળ આપનારૂ નવુ જોમ આપનારૂ તો બની જ રહેશે સાથે સાથે આત્મસન્માન અને તંદુરસ્તી સાથે દરેક નાગરીકો તેઓના ક્ષેત્રમા પ્રગતિ કરી દેશને નવી દિશા આપવા સક્ષમ બને તેવી જોગવાઇઓ કરવામાં આવી હોઇ રાષ્ટ્ર વૈશ્ર્વિક સ્તરે હજુ નોંધપાત્ર સિદ્ધીઓ પ્રાપ્ત કરશે અને આત્મનિર્ભર ભારતનુ ખરા અર્થમાં નિર્માણ થાય તે દિશામાં અનેકવિધ સુધારા-વધારાઓ આ બજેટમાં ખૂબજ દુરંદેશીથી આવરી લેવાયા છે. ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન બ્રાસપાર્ટસ ઉદ્યોગને આ બજેટ થી નવુ જોમ મળશે કેમ કે સ્ક્રેપ ડ્યુટી ઘટી- જીએસટી ઓડીટ નાબુદીથી બ્રાસ સહિતના જામનગર અને દ્વારકા બંને જિલ્લાના વેપાર ઉદ્યોગને રાહત થશે તેમજ ઉદ્યોગોને રો મટીરીયલ સરળતાથી મળશે. આ સંતુલીત બજેટ માં દરેક વર્ગ ની નોંધ લઇ એક સર્વાંગી વિકાસ અને ગતિશીલતાને વેગ આપનારી તેમજ વિવિધ ક્ષેત્રમાંથી આવેલી રજુઆતો તેમજ જરૂરિયાતોને સમાવેશ કરતી જોગવાઇઓ સાથેના આ દુરંદેશીભર્યા બજેટ આવકાર્ય છે. અનેક મહત્વની બાબતોનો આ બજેટમાં સમાવેશ કરાયો છે. ડી.આઇ.ને મંજૂરી સહિત ની અનેક મહત્વપુર્ણ અને જરૂરી બાબતોનો ખાસ અભ્યાસ પુર્ણ રીતે સમાવેશ કરાયો છે.
ખાસ કરીને ખેતીપ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની મહત્વની જોગવાઇઓ સાથે સાથે ગ્રામિણ ક્ષેત્રના વિકાસની અનેકવિધ યોજનાઓ અને સમાંતર રીતે શહેરોના વિકાસ અને ગતિને વેગ આપવાની જોગવાઇઓ-વેપાર-ધંધા-સ્વરોજગાર-ગૃહઉદ્યોગ સહિત વ્યવસાય -ઉત્પાદન અને સેવા ક્ષેત્રને સાનુકુળતાઓ આપનારી અનેક જોગવાઇઓ આ બજેટમાં કરવામાં આવી છે ઉદ્યોગની-કોર્પોરેટ સહિત ઔધોગીક એકમો માટે સરળ અને ઓછો કર-કંપની એક્ટનુ સરળીકરણ-આરોગ્ય સેવાઓના અને શિક્ષણમાં અગણીત વ્યાપ વધારવા સાથે વીમા-બેકીંગ સહિતના ક્ષેત્રના સુધારા જન જન ને માટે ફાયદો કરનારુ અને અર્થતંત્રને વેગ આપનારા બની રહેશે. એકંદર કેન્દ્ર સરકારનું વષ્ર ૨૦૨૧-૨૦૨૨ નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમ જ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી- વિજ્ઞાન-શિક્ષણ-રોજગાર-આરોગ્ય- ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્ર માં પણ ક્રાંતિકારી અને સુદ્રઢ ભવિષ્ય નિર્માણ થાય તે રીતેનું અને સમગ્ર પણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને “આત્મનિર્ભર ભારત” સાથે ન્યુ ઈન્ડિયાને સાકાર કરનારૂં વિવિધ આયામ લક્ષી અને નવા સંશોધન સાથેનુ આ સંતુલીત બજેટ તંદુરસ્ત અને આત્મનિર્ભર ભારત ના નિર્માણનો ધ્યેય સાકાર કરવાની દિશામા આ બજેટ રાષ્ટ્રને હજુય વધુ ગરિમામય રીતે વૈશ્ર્વીક ક્ષેત્રે ટોચ અપાવનારૂ બની રહેશે તેમ આ યાદીબના અંત માં સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યું છે.