રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે જેમાં વર્ષ 2023-24 નું બજેટમંજુર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા રજુ કરાયેલા 101 કરોડના કરબોજ સાથેના રૂ. 2686.82 કરોડના બજેટમાં મંજુર કરાયેલ વિગતો પત્રકાર પરિષદમાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે રજુ કરેલા ડ્રાફટ બજેટમાં 101 કરોડનો કરબોજ સુચવવામાં આવ્યો હતો ત્યારે મનપા દ્વારા મંજુર કરાયેલા આ બજેટમાં રાજકોટની જનતા પર કર બોજ નાખવામાં આવ્યો છે.

રાજકોટમાં પાણી વેરો ડબલ કરવામાં આવ્યો છે. પાણી વેરો રૂ.840 થી વધારી રૂ.1500 કરાયો કોમર્શિયલમાં મિલકતવેરો વધારવામાં આવ્યો છે. કોમર્શિયલમાં ગાર્બેજ ચાર્જ ડબલ કોમર્શિચલમાં એન્વાયરમેન્ટ સેસ લાગુ કરવામાં આવી છે. ૩૯.૯૭ કરોડના કરબોજ સાથે ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ કા સ્ટેન્ડિંગમાં ચેરમેન પુષ્કર પટેલ મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનરે સૂચવેલા ૧૦૧ કરોડના કરબોજમાં ૬૦.૩૯ કરોડનો ઘટાડો

શહેરના રહેણાકમાં પાણીવેરો ૮૪૦થી ૧૫૦૦ અને બિન રહેણાંક કનેક્શનમાં ૧૬૮૦ થી ૩૦૦૦ કરવામાં આવ્યો છે. કોમર્શિયલમાં ગાર્બેજ ચાર્જ ૭૩૦ના ૧૪૬૦ કરવામાં આવ્યો છે તો કોમર્શિયલમાં મિલકત વેરો પ્રતિ ચો.મી.ના રૂ ૨૨થી વધારી ૨૫ કરવામાં આવ્યો છે. બજેટમાં રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકમાં ઓવરબ્રિજ સહિત ૧૫ નવી યોજના ઉમેરવામાં આવી છે.

રાજકોટની જનતાને ફિલ્મ જોવા માટે પણ ચૂકવવો પડશે વધુ ટેક્સ

રાજકોટની જનતાને હવે મનોરંજન માટે પણ વધુ ટેક્સ ચૂકવવો પડશે. થિયેટર ટેકસ પ્રતિ શોના ૧૦૦ના ૧૨૫ રૂપિયા ચુકવવા પડશે

 

કોમર્શિયલમાં સામાન્ય કરના ૧૦ ટકા એન્વાયરમેન્ટ સેસ

બિન રહેણાંક મિલકતોના કાર્પેટ એરીયા ૫૦ ચોરસ મી. થી વધુ હોય તેવી મિલકતોના એન્વાયરમેન્ટ ચાર્જ માં 10% નો વધારો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.