- ડોલર સામે રૂપીયો 87ને પાર
- કરદાતાઓ માટે ટનાટન બજેટ શેરબજારને માફક ન આવ્યુંં: તમામ સેકટરલ ઈન્ડેકસ ડાઉન
કેન્દ્રીય નાણામંત્રી નર્મલા સિતારમણે ગત શનિવારે રજૂ કરેલુ કેન્દ્રીય બજેટ ભલે કરદાતાઓ, ખેડુતો, મહિલાઓ, ઉદ્યોગો અને યુવાનો માટે ટનાટન માનવામાં આવતું હોય પરંતુ બજેટથી શેર બજાર રાજી ન હોય તેવું લાગી રહ્યું છે. આજે ઉઘડતા સપ્તાહે મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસોમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા.
આજે સેન્સેકસે ફરી એકવાર 77 હજારની સપાટી તોડી હતી ઈન્ટ્રાડેમાં સેન્સેકસ 76756.90ના નીચલા લેવલે પહોચી ગયો હતો જયારે ઉપલી સપાટી 77128.57 રહેવા પામી હતી. જયારે નિફટીમાં પણ કડાકો બોલી ગયો હતો. નિફટીએ આજે ઈન્ટ્રાડેમાં 23222ની સપાટી સુધી સરકી ગઈ હતી જયારે ઉપલી સપાટી 23345.15ની રહેવા પામી હતી બેઠક નિફટીમાં 338 અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં 684 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો બુલિયન બજારમાં મિશ્ર માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઉછાળો રહ્યો હતો જયારે ચાંદીના ભાવ તુટયા હતા. ડોલર સામે રૂપીયાએ 87ની સપાટીએ પહોચી ગયો હતો. 87.16નું નવુ તળીયું બનાવ્યું હતુ. આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 585 પોઈન્ટના કડાકા સાથે 76926 પોઈન્ટ પર અને નિફટી 205 પોઈન્ટના ઘટાડા સાથે 23276 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.