પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ૨૦૧૮નું બજેટ સર્વાંગિણ સુખાકારીવાળું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્રીય સરકારના નાણામંત્રી અરૂણ જેટલીજીએ આજે જે બજેટ રજુ કર્યું છે તે વિકાસની ગતિને ગતિશીલ બનાવશે. બજેટમાં ખેતી માટેની જોગવાઇ સરાહનીય છે. વડાપ્રધાનએ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક હાથ ધર્યું છે તેને પરીપૂર્ણ કરવાનું પ્રતિબિંબ આ બજેટમાં દેખાઇ રહ્યું છે. જગતના તાતને આ બજેટી ખૂબ જ મોટા ફાયદા વાના છે અને ખેડૂત બનશે. કૃષિને લગતા
ઉદ્યોગમાં ઇન્કમટેક્સમાં રાહત આપવામાં આવી છે તે એક ખૂબ મોટું પગલું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, આરોગ્ય ક્ષેત્રે નેશનલ હેલ્ પ્રોટેક્શન સ્કીમ “આયુષ્યમાન ભારત યોજના કી ૧૦ કરોડ પરીવારો એટલે કે ૫૦ કરોડ લોકોના આરોગ્ય ખર્ચની જવાબદારી ઉપાડી વિશ્વની સૌથી મોટી હેલ્ પોલીસી કેન્દ્ર સરકારે જાહેર કરી છે તે ઐતિહાસિક છે.
નવી મેડીકલ કોલેજ, નવા હોસ્પિટલોની જાહેરાત કી લોકોની આરોગ્ય સુખાકારીમાં ખૂબ મોટો વધારો નાર છે.વાઘાણીએ જણાવ્યું હતુ કે, “મુદ્રા યોજના કી કેન્દ્ર સરકારે લગભગ ૪ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે અને સ્વરોજગારના અવસરો વધુ યા છે. તેનો વ્યાપ વધારતા હવે ૩ લાખ કરોડની નવી લોનની ફાળવણી કરાશે અને નવા ઉદ્યોગ સાહસીકો પોતાનો રોજગાર સરળતાથી કરી શકશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગોમાં ટેક્સનો દર ઘટવાથી તેમજ નવા આયોજન કી ઉદ્યોગોને વધુ વેગ મળશે અને નવી રોજગારીની તકોનું સર્જન શે. ૭૦ લાખ નવી રોજગારીઓના અવસર પેદા થશે.