વિદેશી માંધાતાઓની. તાકાત અને નાણાનાં જોર સામે થાકી ગયેલી સ્થાનિક કંપનીઓની તકલીફો દુર કરવા માટે અને તેમના કારોબારને નવી દિશા આપવા માટે કેન્દ્રસરકારે હાલના માળખામાં થોડો ફેરફાર કરીને ચિત્રને એકદમ સાફ કરવાના પ્રયાસ કર્યા છે, ગુગલ ટેક્ષના નામે વિશ્વભરમાં પ્રચલિત આ ટેક્ષ એવી કંપનીઓ માટે વિશેષ અસર કારક રહેશે જે મલ્ટિનેશનલ કંપનીઓ ભારત સહિતનાં અન્ય દેશોમાં પણ કાર્યરત છે પણ ભારતનાં ક્ધઝ્યુમર બિહેવિયરનાં કારણે ભારતમા ઇ–કોમર્સ દ્વારા મોટા પાયે માલ વેચે છે છતાં ગ્રાહકોને બિલ અન્ય દેશોની તેમની કંપનીની બ્રાન્ચ ઓફિસના મોકલાવીને ટેક્ષામાં છટકબારીઓ કરે છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે ટેનિકલ સર્વિસીઝ માટે લેવામાં આવતી રોયલ્ટી કે ફી ઉપર સીધો આવકવેરો લાગશે અને અગાઉ જે માત્ર બે ટકા ઇક્વિલાઇઝેશન લેવી લાગતી હતી તેના સ્થાને હવે સીધો આવકવેરો લાગે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત હવે નાની કંપનીઓને જો તેમનો માલ નિકાસ કરવો હોય તો તેઓ ઇકોમર્સ મારફતે કરી શકે છૈ.
હાલમાં અમેરિકા સ્થિત ઇ-કોમર્સ કંપનીઓની પ્રતિનિધી સંસ્થા યુ. એસ.ટી. આર ઐ અગાઉ ઘણવિાર રજૂઆતો કરી હતી અને એસ્કેલેશન લેવી જેવા કરવેરા નાબુદ કરવાની હિમાયત કરી હતી. અને એવી દલિલો કરી હતી કે આ ટેક્ષ ચોક્કસ અમેરિકન કંપનીઓને ટાર્ગેટ કરીને રજૂ કરવામાં આવ્યા છૈ. જોકે સરકારે હવે બજેટમાં આ અંગેની સ્પષ્ટતા કરી છે કે આવી કંપનીઓનાં સોદા અને આવક ૧૦ ઇન્કમ ટેક્ષને પાત્ર રહેશે. અગાઉ સ્થિતી એવી હતી કે વિદેશી કંપનીઓ છટકબારી શોધીને નીચા ભાવે સાથે બજારમાં આવતી, સ્થતિનો ફાયદો લેતી પોતાના માલ સસ્તા ભાવે અથવા તો ડિસ્કાઉન્ટમાં વેચતી જેથી ભારતીય કંપનીઓને ટકી રહેવામાં મુશ્કેલી પડતી હતી.
હવે સરકારે આ કાયદાની જોગવાઇઓ સપ્ષ્ટ કરતા સ્થાનિક કંપનીઓને રાહત થઇ છે. હવે ભારતની નાની કંપનીઓ વિદેશમાં પાતાના માલનું ઇ-કોમર્સ દ્વારા વેચાણ પણ કરી શકશે, ભારતીય રૂપિયા સિવાયની અન્ય કરન્સીમાં પેમેન્ટ પણ લઇ સકશે અને અન્ય દેશોની કંપની સાથે કારોબારી વ્યવહાર પણ કરી સકશે.
છેલ્લા એક દાયકામાં વિદેશી ઓનલાઇન શોપિંગ કંપનીઓએ હોમડિલીવરીની ઓફર, હાઇ ડિસ્કાઉન્ટ ઓફર તથા દુકાન વિનાના વેચાણ મારફતે સ્થાનિક વેપારીઓનો મોટો બિઝનેસ કબ્જે કરી લીધો હતો. વળી સ્થાનિક ઓનલાઇન કંપનીઓ તેમને વિદેશ વ્યાપારમાં નડતી કાનુની અડચણના કારણે પરેશાન હતી, હવે આ તમામ બાબતો અંગે સ્પષ્ટ નિયમો આવી જતા તેમને તેમના વેપાર દેશના સિમાડા ઓળંગીને દિેશમાં લઇ જવામાં ભારે આસાની રહેશે.
અગાઉ હાલત એટલી ખરાબ હતી કે અમુક ટ્રાવેલ તથા હોસ્પિટાલિટી બિઝનેસનાં ગ્લોબલ ઓપરેટરો અન્ય સક્ટરોની અમુક કંપનીઓ સાથે મળીને ભારતીય ગ્રાહકોને માળ વેચતી હતી અથવાતો સર્વિસ પુરી પાડતી હતી પરંતુ તેમને કરવેરામાંથી મુક્તિ મળી જતી હતી. સામા પક્ષે ભારતની સ્થાનિક કંપનીઓને આવા કારોબાર માટે ડાયરેક્ટ ટેક્ષ ઉપરાંત જી.એસ.ટી એમ બન્ને ની માર સહન કરવી પડતી હતી તેથી તેમની પ્રોડક્સન કોસ્ટ એટલી ઉંચી જતી હતી કે તેઓ વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકતી નહોતી.
એવી ઘણી કંપનીઓએ આ કાયદાઓની ચુંગાલમાં છીંડા પાડીને પોતાની ડિલનો વધારે ફાયદો લઇ રહી હતી આમ તો ૨૦૧૬ માં ૬ ટકા જેટલી ઇક્વીલાઇઝેસન લેવી શરૂ કરવામાં આવી હતી, સરકારને ૨૦૧૮-૧૯ માં આ પ્રકારની લેવીથી મળવાથી ૧૦૦૦ કરોડ રૂયિાની આવક થઇ હતી.
ભારત જ નહી ભારત જ નહીં વિશ્વનાં ઘણા દેશોમા ઇ-કોમર્સને લઇને મુંઝવણ ચાલી રહી છે, વૈશ્વિક સમુદાય આજે આ મામલાના ઉકેલ માટે એક કોમન વૈશ્વિક ગ્રુપ બનાવવું જરૂરી છે. આવું ગ્રુપ જો દરેકના દેશ માટે કોમન કોડ તૈયાર કરે તો આ સમસ્યાનો હલ આસાનીથી શોધી શકાય તેમ છે.