મહત્વની જાહેરાતો
મીડલ ક્લાસ માટે મોટી જાહેરાત
– ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં.
- TDS TCS માં ઘટાડો કરાશે
- TDS ની મર્યાદા વધારી 7 થી 10 લાખ કરાઈ
- અપડેટેડ IT રીટર્ન 4 વર્ષ સુધી ભરી શકાશે
- સિનિયર સિટીઝન માટે મોટી જાહેરાત
- સીનીયર સીટીઝન ટેક્સ વ્યાજ પર છૂટ
- વ્યાજ પર છૂટ 50 હજાર થી વધારીને 1 લાખ કરાઈ
- મોબાઈલ ફોન સસ્તા થશે
- ચામડું સસ્તું થશે
- LED/LCD સસ્તા થશે
- ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે
- કેન્સરની દવાઓ સસ્તી થશે
- મેડિકલ ઉપકરણો સસ્તા થશે.
- વણકરો દ્વારા બનાવવામાં આવેલા કપડાં સસ્તા થશે.
- લિથિયમ બેટરી પર છૂટ, લિથિયમ આયર્ન બેટરી સસ્તી થશે.
- 6 જીવન રક્ષક દવાઓ સસ્તી થશે.
- બિહારમાં મખાના બોર્ડ બનશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
- 120 નવા એરપોર્ટને ઉડાણ યોજના સાથે જોડવામાં આવશે.
- બિહાર માટે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટની જાહેરાત : નવા ત્રણ એરપોર્ટ બનાવાશે
- પહાડી વિસ્તારમાં નાના એરપોર્ટ અને હેલીપેડ બનાવાશે
- 120 નવી જગ્યાઓ માટે ઉડાન સ્કીમથી 4 કરોડ નવા યાત્રિક જોડવાનો લક્ષ્યાંક
- પ્રાઈવેટ સેક્ટરમાં પીએમ ગતિ શક્તિ સ્કીમ
- મુદ્રા લોન પર હોમ સ્ટે. હોમ સ્ટે બનાવવા માટે મળશે મુદ્રા લોન
- પટણા એરપોર્ટ, બિહટા એરપર્ટનો વિસ્તાર કરાશે.
- 5 વર્ષમાં 75000 મેડિકલ સીટો વધારવામાં આવશે.
- આઈઆઈટી પટણાનો વિસ્તાર કરાશે.
- ભારતીય પોસ્ટ વિભાગને જાહેર સંસ્થામાં ફેરવી દેવાશે.
- ગામડામાં સમૃદ્ધિ માટે રાજ્યો સાથે નીતિનું ઘડતર કરાશે.
- બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
- 5 લાખની મર્યાદા સાથે માઈક્રો એન્ટરપ્રાઈસીસ માટે વિશેષ અનુકૂળ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે.
- ડિકલમાં સીટ વધારવામાં આવશે
- અન્ય જાહેરાતોમાં નાણામંત્રીએ કહ્યું કે મેડિકલમાં 10 હજાર સીટો વધારવામાં આવશે.
- AI એક્સેલન્સ સેન્ટર બનાવવામાં આવશે.
- તમામ જિલ્લા હોસ્પિટલોમાં 3 વર્ષમાં કેન્સર સેન્ટર બનાવાશે.
- આંદમાન નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન અપાશે.
- કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ કપાસની લાંબી ફાઈબર જાતોને પ્રોત્સાહન આપવામાં આવશે.
- 5 લાખ SC-ST (અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ ) મહિલાઓ માટે નવી યોજના
- MSME માં લોન 5 કરોડથી વધારી 10 કરોડ
- સ્ટાર્ટઅપ માટે દસ કરોડનું ફંડ
- રમકડા માટે ભારતને ગ્લોબલ હબ બનાવશું
- રમકડા માટે રાષ્ટ્રીય યોજના બનાવીશું
- બિહારમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજી બનશે
- આસામમાં યુરીયા પ્લાન્ટની સ્થાપના કરાશે
બજેટ આ ક્ષેત્રો પર કરી રહ્યું છે ફોકસ – નાણામંત્રી
નિર્મલા સીતારમણે બજેટ 2025ના ફોકસ વિસ્તારોની યાદી આપી હતી કે જેમાં, વૃદ્ધિને વેગ આપવો, સુુરક્ષિત સર્વસમાવેશક વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું, ઘરગથ્થુ ખર્ચમાં વધારો અને ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિને વધારવી.
નાણામંત્રી સીતારમણે કહ્યું કે, બજેટ વિકાસને વેગ આપવા માટે અમારી સરકારના પ્રયાસોને ચાલુ રાખે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સમાવેશી વૃદ્ધિને સુરક્ષિત કરવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું 6 વર્ષનું મિશન
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2025-26ના ભાષણમાં કઠોળમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા માટે છ વર્ષના મિશનની જાહેરાત કરી છે.
સીતારમણના બજેટ ભાષણના મુખ્ય મુદ્દાઓ
ભારતના પરંપરાગત કપાસ ઉદ્યોગને પ્રોત્સાહન, કપાસના ઉત્પાદન પર 5 વર્ષ માટે સરકારનું ધ્યાન, PM લાવશે ધન્ય ધન્ય યોજના કે જેનાથી 100 જિલ્લાઓને ફાયદો થશે, કપાસના ઉત્પાદન અને માર્કેટિંગ પર ફોકસ તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી.
પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત: નાણા મંત્રી
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે, ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.
11:08
અમારું ધ્યાન ‘જ્ઞાન’ પર : નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, અમારું ધ્યાન ‘જ્ઞાન’ પર છે. નાણામંત્રીએ કહ્યું કે, અમે છેલ્લા 10 વર્ષમાં બહુપક્ષીય વિકાસ કર્યો છે.
11:03 AM
નાણામંત્રીએ બજેટ ભાષણની શરૂઆત કરી
નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહી છે. તેની શરૂઆત પહેલા જ સપાના સાંસદોએ કુંભના મુદ્દે સંસદમાં હંગામો મચાવ્યો હતો.
10:54
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા પહોંચ્યા
બજેટ 2025-26 ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. બજેટને ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, PM મોદી પણ સંસદ પહોંચ્યા છે.
PM મોદીએ કહ્યું કે, આ જ્ઞાનનું બજેટ
11:01
સૂત્રોનું માનીએ તો PM મોદીએ તેમના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે, આ બજેટ સામાન્ય માણસ માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું આ બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, અન્નદાતા અને સ્ત્રી શક્તિ)નું બજેટ છે.
બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. બજેટને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કરશે. આ દરમિયાન તે ક્રીમ રંગની સાડીમાં જોવા મળી હતી. આ મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ-સમયનું બજેટ હશે. ગરીબો, મહિલાઓ, ખેડૂતોથી લઈને પગારદાર વર્ગ સુધી, દરેકને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મધ્યમ વર્ગ આવકવેરામાં રાહતની આશા રાખી રહ્યો છે.
દેશનું સામાન્ય બજેટ આજે સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં આઠમી વખત સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ 2025 માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નિર્મલા સીતારમણ ક્રીમ રંગની સાડી પહેરેલી જોવા મળી હતી. નિર્મલા સીતારમણ પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા, પછી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. અહીં બજેટને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. સામાન્ય બજેટ 2025 અંગે બજાર, વ્યાપાર જગત અને નીતિ નિર્માતાઓમાં ઘણી ઉત્સુકતા છે. નાણામંત્રી એવી જાહેરાતો કરી શકે છે જે અર્થતંત્રમાં મોટા ફેરફારો લાવશે. મોદી સરકાર 3.0 નું આ પહેલું પૂર્ણ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન, નિર્મલા સીતારમણે અત્યાર સુધીમાં પાંચ પૂર્ણ અને બે વચગાળાના બજેટ રજૂ કર્યા છે. આ રીતે, કેન્દ્રીય બજેટ 2025 એ સંસદમાં નાણામંત્રી સીતારમણનું આઠમું બજેટ ભાષણ હશે. પગારદાર વર્ગથી લઈને ગરીબો અને ખેડૂતો સુધી, દરેક વ્યક્તિ સરકાર તરફથી રાહતની રાહ જોઈ રહ્યા છે. શું આવકવેરામાં કોઈ રાહત મળશે, શું રોજગાર અંગે કોઈ જાહેરાત થશે, શું મોંઘવારી ઘટાડવા માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે? આ પ્રશ્નોના જવાબ થોડા સમય પછી મળશે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ શનિવારે તેમનું સતત 8મું બજેટ રજૂ કરશે. નાણામંત્રી શનિવાર, 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી સવારે 11 વાગ્યે બજેટ ભાષણ આપશે. આમાં ઘણી જાહેરાતો થવાની અપેક્ષા છે. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આ બજેટની રાહ જોઈ રહ્યા છે. મોંઘવારી અને કરવેરા સાથે, સરકાર મધ્યમ વર્ગ માટે પણ ઘણી જાહેરાતો કરી શકે છે. આ વર્ષનું બજેટ પણ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ હશે, એટલે કે નાણામંત્રી લાલ કપડામાં લપેટીને સંસદમાં બ્રીફકેસ રજૂ કરશે.
અહીં એ સમજવું જરૂરી છે કે સામાન્ય બજેટમાં સંરક્ષણ, શિક્ષણ અને આરોગ્યની સાથે ભારતીય રેલ્વે સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન બજેટ સંબંધિત ઘણી જૂની પરંપરાઓ બદલી છે. જેમાં રેલ્વે બજેટનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2017 પહેલા, ભારતીય રેલ્વે માટે એક અલગ રેલ્વે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી રેલ્વે બજેટને સામાન્ય બજેટમાં સમાવવામાં આવ્યું.
(08:08 AM)
નાણામંત્રી રચશે ઈતિહાસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે શનિવારે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. આમ તો દર વર્ષે સામાન્ય બજેટ દેશના આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે બજેટ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નીતિઓની દિશા નક્કી કરે છે. પરંતુ બજેટ 2025-26 વધુ ખાસ હશે. કારણ કે આ સાથે નિર્મલા સીતારમણ એવા ગણ્યા ગાંઠ્યા નાણામંત્રીઓમા સામેલ થઈ જશે તેમણે આઠ વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે.
(08:09 AM)
માત્ર 3 નાણામંત્રીએ રજૂ કર્યું 8 વખત બજેટ
અત્યાર સુધી ભારતમાં ફક્ત ત્રણ નાણામંત્રીઓ મોરારજી દેસાઈ, પી ચિદંબરમ અને પ્રણવ મુખર્જીને આઠ કે તેનાથી વધુ વખત બજેટ રજુ કરવાની તક મળી છે. નિર્મલા સીતારમણ આ યાદીમાં સામેલ થઈને ઈતિહાસ રચશે.
08:54 AM
નાણા મંત્રી પહોંચ્યા નાણા મંત્રાલય
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance. She will present #UnionBudget2025 at the Parliament today. pic.twitter.com/T59lxfo5YT
— ANI (@ANI) February 1, 2025
આજે દેશનું સામાન્ય બજેટ રજુ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલ નાણા મંત્રાલય પહોંચ્યા છે. તેઓ આજે સંસદમાં બજેટ રજુ કરશે.
08:59
બજેટ પહેલાં જ મળી મોટી રાહત
આજે દેશનું સામાન્ય બજેટ (કેન્દ્રીય બજેટ 2025) આવવાનું છે અને તેના પહેલા જ એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર પ્રાઈસ કટ)ના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત બજેટના દિવસથી 1804 રૂપિયાથી ઘટીને 1797 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બજેટનું કાઉન્ટડાઉન… દરેક સામાન્ય માણસની નજર તેમના પર
08:59
કેન્દ્રીય બજેટ 2025-26નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
09:28
બજેટ પહેલા શેરબજાર ખુલ્યું તેજી સાથે
બજેટ પહેલા શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં છે. સેન્સેક્સ 137 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે.
09:32 AM
બજેટની કોપીઓ સંસદ પહોંચી
#WATCH | Delhi | Copies of #UnionBudget2025 are brought to parliament as Union Finance minister Nirmala Sitharaman will today table her 8th Union Budget, for the fiscal year 2025-26, in Lok Sabha pic.twitter.com/AKWZQYTExW
— ANI (@ANI) February 1, 2025
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાનું આઠમું બજેટ રજુ કરશે. બજેટની કોપીઓ હાલ સંસદ પહોંચી ગઈ છે.
09:41 AM
નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
#WATCH | Delhi | Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary meet President Droupadi Murmu at the Rashtrapati Bhavan
Union Finance Minister Nirmala Sitharaman will present #UnionBudget2025, today in Lok Sabha pic.twitter.com/ZSbZQyd2GE
— ANI (@ANI) February 1, 2025
નાણા મંત્રાલયથી નીકળીને નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બજેટ રજુ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા.
10:12 AM
બજેટ સારા માહોલમાં આવશે- કિરિન રિજિજૂ
#WATCH दिल्ली: केंद्रीय मंत्री किरेन रिजिजू ने #UnionBudget2025 पर कहा, “पूरा देश देख रहा है कि दुनिया की मुश्किल परिस्थितियों में भी भारतीय अर्थव्यवस्था मजबूती से आगे बढ़ रही है। बजट अच्छे माहौल में आएगा, इसका हम इंतजार कर रहे हैं। बजट अब पेश होने वाला है, हम सब संसद जा रहे… pic.twitter.com/aSOclZLmaR
— ANI_HindiNews (@AHindinews) February 1, 2025
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે કે દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. બજેટ સારા માહોલમાં આવશે, તેની અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. બજેટ હવે રજુ થશે અને અમે બધા સંસદ જઈ રહ્યા છીએ.
10:21
રાષ્ટ્રપતિએ કેન્દ્રીય નાણામંત્રીને કરાવ્યું મોઢું મીઠું (દહી ચીની)
#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary ‘dahi-cheeni’ (curd and sugar) ahead of her Budget presentation.
Union Finance Minister Nirmala Sitharaman will present her 8th consecutive #UnionBudget, today in Parliament
(Source… pic.twitter.com/jZz2dNh59O
— ANI (@ANI) February 1, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને તેમના બજેટની રજૂઆત પહેલાં પરંપરાગત ‘દહી-ચીની’ (દહીં અને ખાંડ) ખવડાવી હતી.
કેબિનેટે આપી બજેટને મંજૂરી
સંસદ ભવનમાં કેબિનેટ બેઠક યોજાઈ. સંસદમાં બજેટ રજુ કરતા પહેલા તેને કેબિનેટ બેઠકમાં રજુ કરાયું. કેબિનેટ બેઠકમાં 2025-26ના બજેટને મંજૂરી આપવામાં આવી છે.
10:36