કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા – વેપારી ઉઘોગપતિ રાજકીય સામાજીક આગેવાનો પ્રબુઘ્ધ નાગરીકોની રહેશે પ્રેરક ઉ5સ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના નાણામંત્રી સીતારામન દ્વારા વર્ષ 2022-23 માટે સર્વસ્પશી અને સર્વવ્યાપી બજેટ રજુ કરવામાં આવેલ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રીય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે નવા ભારતનું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં વર્ષ 2023-24 નું કેન્દ્રીય બજેટ રજુ કરેલ છે.
ત્યારે આ બજેટના ખાસ મુદાઓ પરામર્થ કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉ5સ્થિતિમાં શહેરના પ્રબુઘ્ધ નાગરીકો અને ઉઘોગ વેપાર ક્ષેત્રે સંકળાયેલા પ્રનિનિધિઓ સાથે બજેટ-2023 પરિસંવાદ કાર્યક્રમ તા. 12-2-23 ના રવિવાર સાંજે 4.30 કલાકે સયાજી હોટલ, કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત પ્રબુઘ્ધ નાગરીકો ઉ5સ્થિત રહેશ તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવની યાદીમાં જણાવાયેલ છે.