અબતક, નવીદિલ્હી

૧લી ફેબ્રુઆરી 2020 ના રોજ બજેટ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે વ્યક્તિગત કરદાતાઓ અને બજેટમાં ઘણી ખરી અપેક્ષાઓ રાખવામાં આવી છે. જે અપેક્ષાઓ રખાઈ છે ઝડપભેર પૂર્ણ થાય તો ભારતને ઘણો ખરો ફાયદો મળી રહેશે એટલું જ નહીં કરદાતાઓને પણ અનેક અંશે ફાયદો પહોંચશે. જે આશાઓ સેવામાં આવી રહી છે તેમાં ટેક્સસ્લેબ ને રેશનલ કરવાનો વિચાર પણ થઈ રહ્યો છે. તેમાં 5 ટકા, 10 ટકાથી લઈ ૩૫ ટકા સુધી કરવા માં આવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવેલી છે. દૂધ નહીં હાલ જે આવકવેરા વિભાગ દ્વારા એકઝમસન લિમિટ જે 2.5 લાખ આ રીતે થયેલી છે તેમાં વધારો કરી ત્રણ લાખ સુધી કરવામાં આવે તેવી પણ શક્યતા બજેટમાં જોવા મળી રહી છે. હાલ આ લિમિટેડ છેલ્લા સાત વર્ષથી બદલાવવામાં આવી નથી.

કર મારખામાં બદલાવ, કર માંથી મળતી છૂટ-છાટ, કોવિડ બોન્ડમાં કર મુક્તિ સહિતની આશાઓ બજેટમાં પુરી થાય તેવી શક્યતા 
એટલું જ નહીં હાલ જે રીતે કોરોના ની સ્થિતિ સમગ્ર દેશના અર્થતંત્ર ઉપર આવી સાબિત થઈ હતી ત્યારે એ સ્થિતિમાંથી દેશને બહાર લાવવા માટે સરકારે અતિરેક નાણાંની આવશ્યકતા ઉભી થઇ હતી જે નાણાં તેઓએ કોવિડ બોન્ડ રૂપે લોકો પાસેથી એટલે કે રોકાણકારો પાસેથી ઉઘરાવ્યા હતા. ત્યારે કોવિડ બોન્ડ  ઉપર નોમિનલ વ્યાજદર અને ત્રણ થી પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે તે અંગે પણ શક્યતા જોવામાં આવી રહી છે. એટલું જ નહીં આ બોન્ડને ટેક્સમાંથી બાદ આપવામાં આવે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગીતા રફ્તા કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઈ હાલ મહત્તમ કામ વર્ક ફ્રોમ હોમ રૂપથી થઈ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા છે અને પોતાનું કાર્ય કરી રહ્યા છે તેઓને માથું આપવામાં આવે અને સાથોસાથ તે ઉદભવી થતી રકમ ને ઘરમાંથી પણ મુક્તિ આપવામાં આવે જેથી વ્યક્તિગત લોકોને બજેટમાંથી લાભ મળી શકે અને તેઓ તેમની બચત પણ ઊભી કરી શકે. બીજી તરફ વ્યક્તિગત કરદાતાઓ અને એ વાતની પણ આશા છે કે જો ભારતમાં ક્રિપટો એટલે કે ડિજિટલ કરન્સીના વ્યવહારો શરુ થાય તો તે અંગેના લાગુ પડતા કર ની માહિતી પણ એકત્રિત થવી જોઈએ અને યોગ્ય માહિતી પણ મળવી જોઈએ.
ખેડૂતોની આવક બમણી કરવા સરકાર અન્ન અને ખાતરમાં જે સહાય આપશે તે ત્રણ લાખ કરોડને આંબી જશે
કેન્દ્ર સરકારનો સૌથી મોટો લક્ષ્ય એ છે કે ખેડૂતોની આવક બમણી થવી જોઈએ તે માટે સરકાર આગામી બજેટમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની સહાય આપવા માટે તત્પરતા દાખવી છે અને આ સહાય અને ખાતર માં ઉપયોગમાં લેવાશે. એટલું જ નહિ ટેકાના ભાવે સરકાર જે ખરીદી કરી રહી છે અને એફસીઆઈ દ્વારા જે ડોક્યુમેન્ટ થઈ રહ્યું છે તેના પર સરકારને અતિરેક ખર્ચો લાગે તે માટે સરકારે પૂર્વ આયોજન કરવું એટલું જ જરૂરી છે. અને બીજી તરફ ખાતર માં પણ સરકાર સબસિડી આપવા માટે તત્પરતા દાખવી છે હાલની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતોને ખાતર નો ભાવ ખૂબ જ મોંઘો પડી રહ્યો છે ત્યારે સરકારની આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકશે અને ઉત્પાદનમાં પણ અનેક અંશે વધારો જોવા મળશે પરિણામે સરકારનો પ્રયત્ન છે કે ખેડૂતોની આવક બમણી થાય તે પણ સરળતાથી પૂર્ણ થશે.
 કોરોનાથી માર પટેલ હોટેલ સહિત સેવાકીય ક્ષેત્રોને બજેટ ઉપર મીટ
કોરોનામા વિવિધ ક્ષેત્રોને માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં હોટલ સહિત સેવાકીય ક્ષેત્રોને પણ બજેટ ઉપર મીટ  છે. એટલું જ નહીં કોવિડની અસર તળે દબાયેલા હોસ્પિટાલીટી ક્ષેત્રમાં પુનઃપ્રાણ પુરાય તે અંગે અપેક્ષાઓ બજેટમાં રાખવામાં આવી છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો નું માનવું છે કે સરકાર લોન અને ઓછા વ્યાજ સાથે અનેક માંગો જે થયેલી છે તે પૂર્ણ કરે તો ઘણા ખરા અંશે ઉદ્યોગને ઘણી સરળતા મળી રહેશે. નહીં હોસ્પિટાલિટી ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો દરજ્જો આપવા માટે જે માંગ કરવામાં આવેલી છે તે માંગને પણ જો સરકાર બજેટમાં સ્વીકારે તો ફરી આ ક્ષેત્ર ધમધમતું થઈ શકે છે.
 ચિન પરની નિર્ભરતા માંથી બહાર નીકળી આત્મનિર્ભર તરફની સહુલતો બજેટમાં અપાશે
સમગ્ર વિશ્વ ઉત્પાદન માટે ચીન ઉપર નિર્ભર રહેલા છે ત્યારે ભારત ઈચ્છી રહ્યું છે કે જે રીતે ચીન પર નિર્ભરતા જોવા મળી રહી છે તે ન થાય તે માટે ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને એ વાતની પણ અપેક્ષા છે કે બજેટમાં આ અંગે અનેક વિધ પ્રવિધાનો જોવા મળશે. ભારતનો મુખ્ય લક્ષ્ય એ છે કે ભારત આયાત ઘટાડી નિકાસ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરે. દાદા ને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા ૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ધરાવતી કંપનીઓને આગામી વર્ષ ૨૦૩૦ સુધી સહાય આપવા માટે પણ તત્પરતા દાખવી છે માત્ર જરૂરિયાત એ છે કે આ તમામ કંપનીઓ ભારતમાં પોતાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્થાપિત કરે અને ઉત્પાદન ક્ષેત્રે વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરે. જે કંપની ભારતમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશે તે મુખ્યત્વે જવાબદારી પણ વધી જશે અને સામે રોજગારી ની તકો પણ ઉભી થાય તેવી પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે.
બજેટ પૂર્વે અર્થતંત્રના સલાહકાર તરીકે વી. અનંથ નાગેશ્વરનને જવાબદારી સોંપાઈ
1લી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. તે પૂર્વજ ભારત સરકારે અર્થતંત્ર સલાહકાર તરીકે વી.અનંથ નાગેશ્વરનને જવાબદારી સોપાવમાં આવેલી છે. ડોક્ટર નાગેશ્વરન પૂર્વે ક્રિષ્નામૂર્તિ સુબ્રહ્મણીયમ  દ્વારા જવાબદારી સંભાળવા માં આવેલી હતી. હાલ જે નવા અર્થતંત્રના  સલાહકાર તરીકે નાગેશ્વરણની વરણી કરવામાં આવેલી છે તેઓ  લેખક ,શિક્ષક અને કન્સલ્ટન્ટ તરીકે અનેક વર્ષો સુધી ફરજ બજાવી છે. તો એ અનેક બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ સંસ્થાઓ કે જે ભારત અને સિંગાપોરમાં છે તે આ પણ તેઓએ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. પૂર્વે તેવો ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલના પાર્ટ ટાઈમ મેમ્બર પણ રહી ચૂક્યા છે વર્ષ 2019 થી વર્ષ ૨૦૨૧ દરમિયાન. હાલ જે જવાબદારી સોંપવામાં આવી છે તેનાથી તેવા સ્પષ્ટ થઈ રહી છે કે આગામી સમયમાં ભારતનું અર્થતંત્ર અને ભારતની અર્થવ્યવસ્થા કઈ રીતે બેઠી કરી શકાય તે મુદ્દે તેમનું માર્ગદર્શન લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.