દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ શું હશે અને નોકરીયાત અને સામાન્ય લોકો માટે તેમાં શું ખાસ હશે, તેના પર તમામની નજર રહેશે. આ બજેટમાં મધ્યમ વર્ગને પણ રાહત મળવાની આશા છે. આવકવેરામાં છૂટ પણ અપેક્ષિત છે.
શેરબજારમાં ઉછાળો:
બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 582.85 પોઈન્ટ વધીને 58,597.02 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 156.20 પોઈન્ટના વધારા સાથે 17496.05 પર ખુલ્યો.
ટેક્સ સ્લેબ બદલાઈ શકે
મોદી સરકાર આ બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને કરદાતાઓને રાહત આપી શકે.
બજેટ શું છે ?
ભારતના બંધારણના અનુચ્છેદ 112 મુજબ, કેન્દ્રીય બજેટ એ દેશનું વાર્ષિક નાણાકીય ઓડિટ છે. સરકાર બજેટ દ્વારા નાણાકીય વર્ષ માટે તેની અંદાજિત કમાણી અને ખર્ચની વિગતો રજૂ કરે છે. બજેટ દ્વારા સરકાર જણાવે છે કે આવનારા નાણાકીય વર્ષમાં તેની કમાણીની સરખામણીમાં તે કેટલો ખર્ચ કરી શકે છે.
Budget 2022-23
- ભારતનો વિકાસદર 9.27% રહેવાનું અનુમા
2.) કોઈપણ સ્થિતિને પહોંચી વળવા દેશ સક્ષમ
3) રસીકરણથી આર્થિક ગતિવિધિ વધી
1 વર્ષમાં 25000 કિલોમીટર હાઇવે બન્યો
4) ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ કન્સેપટ કેન્દ્ર સરકાર અમલી બનાવશે
નાના વ્યાપારીઓને મળશે સુવર્ણ અવસર
5) બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય
25 વર્ષનો પાયો તૈયાર કરશે અમારું બજેટ
દેશ કોરોનાની લહેરમાથી પસાર થઈ રહ્યો છે
એર ઈન્ડિયાનું વિનિવેશ પૂર્ણ
LIC માટે જલ્દી જ આવશે IPO
6) દમણ ગંગા, તાપી, નર્મદા, ગોદાવરી- કૃષ્ણ નદીઓને જોડવાનું કામ થશે
ઈન્ડસ્ટ્રી સાથેની ભાગીદારી વધારવામાં આવશે
7. ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયાની જાહેરાત
MSME માટે ક્રેડિટ લાઇન માર્ચ 2023 સુધી વધારવામાં આવી
8. ડ્રોન તકનિકના વિકાસ પર ભાર
2 લાખ આંગણવાડીઓને અપડેટ કરાશે
9. PM ગતિ શક્તિ યોજનાને બે તબક્કામાં પૂરી કરાશે
ઇ-પાસપોર્ટ સુવિધા 2022-23થી શરૂ થઈ જશે
ઇ-પાસપોર્ટમાં હશે ચિપ
10. સૌરઉર્જાના ઉત્પાદન માટે 19.5 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
SEZના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
11. 5G ઉપકરણો માટે PLI સ્કીમ શરૂ કરાશે
ખાનગી કંપનીઓ સાથે DRDO કામ કરશે
12. ભારત પોતાની ડિજિટલ કરન્સી લાવશે
RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરાશે
બ્લોક ચેન આધારિત ડિજિટલ રૂપી લોન્ચ કરશે
13. AI ટેકનિક, ડ્રોન અને સેમિકંડક્ટર્સ આશાસ્પદ સેક્ટર્સ
ઇઝ ઓફ ડૂઇંગની સાથે ઇઝ ઓફ લિવિંગ શરૂ કરાશે
14. ગિફ્ટ સિટિમાં આંતરરાષ્ટ્રીય ઓર્બિટ ટ્રેન્સન સેન્ટર ખોલવામાં આવશે
કોલ ગેસ માટે 4 પાયલટ પ્રોજેકટ શરૂ થશે
15. રાજયોને વગર વ્યાજે 1 લાખ કરોડ આપવામાં આવશે
દિવ્યાંગો માટે ટેક્સ રાહતની જાહેરાત
દિવ્યાંગોના માતા-પિતાને ટેક્સમાં મળશે રાહત
16. કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 15 ટકા કરાયો
કો-ઓપરેટિવ પર સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો
17. ITRમાં ભૂલ સુધારવા માટે 2 વર્ષનો સમય મળશે
ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટેક્સ લાગશે
18. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPAમાં તેમના યોગદાન પર કર કપાતની મર્યાદા 18% થી ઘટાડીને 15% કરવામાં આવશે
19. ક્રિપ્ટો કરન્સી ગિફ્ટ કરવા પર પણ લાગશે ટેક્સ
વર્ચુયલ ડિજિટલમાં નુકશાન થાય તો પણ લાગશે ટેક્સ
20.આવકવેરામાં માળખામાં કોઈ ફેરફાર નહીં
આગામી વર્ષમાં રાજકીય ખાધ 6.4% રહેવાનો અનુમાન
21. ખેતીનો સામાન,મોબાઈલ ફોન, ચામડાનો સામાન, ચાર્જર, કપડાં, હીરાની જવેલરી સસ્તી થશે
22) ઈન્કમટેક્સ સ્લેબમાં કોઇ રાહત ન અપાઇ
00 થી 2.5 લાખ સુધી 0% ટેક્સ
2.5 લાખથી 5 લાખ સુધી 5% ટકા ટેક્સ
5થી 10 લાખની આવક પર 20% ટકા ટેક્સ
10 લાખથી ઉપરની આવક પર 30% ટકા ટેક્સ
ઇન્કમટેક્સ રિટર્ન સુધારણા માટે 2 વર્ષનો સમય