રાજકારણથી પર અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત કરવા માટેનું બજેટ આગામી નાણાકીય વર્ષ 2026માં ભારત 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીએ પહોંચશે.
અબતક, નવીદિલ્હી
કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ બેઠી થઈ શકે જ્યારે તે દેશનું બજેટ પ્રજાલક્ષી ની સાથે ઉદ્યોગ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતું બજેટ હોય. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે માત્ર એક વર્ષ પૂરતું નહીં પરંતુ ભારતની આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય તે લક્ષ્યને ધ્યાને લઇ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. વિપક્ષો દ્વારા અનેકવિધ રીતે બજેટને અવગણવામાં આવ્યું હતુ. પરંતુ સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે, જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકોની સાથે ઉદ્યોગોને વિકસિત કરવા માટેનું બજેટ છે. ભારત દેશના આર્થિક સલાહકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી નાણાકીય વર્ષ 2026માં ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીને પાર પહોંચશે જેના માટે સરકારે તમામ પાસાઓને ગંભીરતાથી લઇ તે અંગેના પ્રવીધાનો નો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનો સૌથી મોટો લક્ષ્ય જે છે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સરકાર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે સરકારનું માનવું છે કે વિદેશથી જે કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરશે ત્યારે તેમની જવાબદારી પણ એટલે જ વધી જતી હોય છે સામે રોજગારીની નવી તકો પણ ઊભી થશે અને દેશનું અર્થતંત્ર ફરી વિકાસ તરફ આગળ વધશે.
બીજી તરફ સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી એવા સ્પષ્ટ થાય છે કે કોઈપણ વ્યક્તિ અથવા તો ઉદ્યોગોને કાગઘોડી પકડાવા માંગતું નથી. બીજી તરફ દરેક બજેટમાં રાજકારણ મહદ અંશે જોવા મળતો હોય છે ત્યારે વર્ષ 2022 નું બજેટ રાજકારણ થી પરનું છે અને દેશને વિકાસ તરફ આગળ લઈ જવા માટેનું છે. કોઈપણ બજેટ દર વર્ષ ના ખર્ચ અને આવક ઉપર નિર્ભર રહેતું હોય છે પરંતુ આ બજેટ જે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવ્યું તે બજેટ આગામી શક્યતાઓને ધ્યાને લઇને જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતમાં જે સૌથી મોટી તાકાત યુવાધનની છે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને રોજગારી ઊભી થઈ શકે તે દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જે બજેટ ઘોષિત કરવામાં આવ્યું છે તે અર્થતંત્રને વધુ ને વધુ વિકસિત કેવી રીતે કરી શકાય તે દિશા માટેનું છે. કેન્દ્ર સરકારનો સૌથી મોટું લક્ષ્ય અર્થતંત્ર ઝડપથી વિકસિત કરવું અને આંતકવાદ વિરોધી મુદ્દાઓને ડામવા પરનો છે. એટલું જ નહિ સરકારે રાજકોષીય ખાધને પણ ધ્યાને લીધેલી છે અને ગત બજેટની સરખામણીમાં જે રાજકોષીય ખાધ નિર્ધારિત કરવામાં આવી હતી તેનાથી સોળ લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ભારત દેશનો જે વૃદ્ધિદર જોવા મળ્યો છે તેનાથી 6.1 ટકા જેટલો રાજકોટ ખાતે ઉભી થાય તેવી શક્યતાને ધ્યાને લય અનેકવિધ પ્રધાનો સરકાર દ્વારા કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ઉદ્યોગની સાથે સહકાર ક્ષેત્ર નવ યુવાનો અને અનેકવિધ રીતે લાભદાયી નીવડશે.
બજેટ રજૂ થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ બજેટ પહેલે અનેકવિધ ચર્ચાઓ અને તે અંગે વાતો કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નાણા મંત્રી નિર્મલા સિતારામને બજેટ રજુ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે આ બજેટ 100 વર્ષની ભયંકર આપદાઓ વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઇને આવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે સાથે સામાન્ય માનવી માટે અનેક નવા અવસર ઉભા કરશે. તેમણે કહ્યું કે આ બજેટ આધુનિક પાયાનું માળખુ, વધુ રોકાણ, વધુ વિકાસ અને વધુ નોકરીઓમાં નવી શક્યતાઓથી ભરેલો છે. તેનાથી ગ્રીન જોબ્સનું ક્ષેત્ર પણ ખુલશે. સાથે જ મોદીએ કહ્યું હતું કે બજેટ આપણા યુવાઓ માટે એક મજબૂત ભવિષ્યનું આશ્વાસન આપે છે. જે રીતે આપણા બજેટને સ્વીકૃતિ મળી છે તેનાથી ભારતના લોકોની સેવા કરવા માટે અમારી આત્માઓને સશક્ત બનાવ્યું છે.
દેશનું 39.45 લાખ કરોડનું બજેટ અર્થતંત્રને જેટ ગતિ આપશે
કેન્દ્ર સરકાર દ્વારા જે 39 45 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે તે અર્થતંત્રને વેગ પૂરો પાડશે એટલું જ નહીં સરકાર નો મુખ્ય હેતુ માળખાગત સુવિધાઓની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગો પર સરકારની નજર રહે અને તમામ સરકારી યોજનાઓ નો લાભ ઉદ્યોગોને મળતો રહે તે હેતુસર બજેટ રજૂ કરવામાં આવેલું છે જે સરકારે દરેક ક્ષેત્રને યોગ્ય ન્યાય આપવા માટેનો પૂરતો પ્રયત્ન હાથ ધર્યો છે જેમાં સર્વાધિક વાત કરી શકાય તો ખાધી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુસન સિસ્ટમ માં સરકારનો લક્ષ્ય વધ્યો છે એટલું જ નહીં બીજી તરફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને ત્યારબાદ હોમ પેટમાં સરકારનું ધ્યાન વધુને વધુ કેન્દ્રિત થતું જોવા મળ્યું છે.
ભારત દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય તે સમયને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરાયું
હાલ ભારત દેશ 75 આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ભારતની આઝાદીના સો વર્ષ ને ધ્યાને લઇ કરવામાં આવ્યું છે જેમાં સરકાર નો મહત્તમ અને મુખ્ય લક્ષ્ય લોજિસ્ટિક અને ટુરિઝમને વિકસિત કરવા પાછળનો છે તથા ગ્રીન એનર્જી ને વધુ ને વધુ પ્રાધાન્ય મળે તે દિશામાં પણ સરકાર સતત પ્રયત્નો હાથ ધરશે. કેન્દ્ર સરકાર દ્વારા લોજિસ્ટિક અને રેલવેમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરવાનો વિચાર કર્યો છે જેમાં સરકાર તો નવા 100 કાર્ગો ટર્મિનલ આગામી ત્રણ વર્ષના સમયગાળામાં ઊભા કરશે. અને સામે લોજિસ્ટિક ક્ષેત્રને પણ ઝડપભેર વિકસિત કરવા માટેના કાર્યો હાથ ધરવામાં આવશે. બજેટમાં હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે પાંચ લાખ કરોડ રૂપિયા પણ ફાળવવા માટે નિર્ધારીત કરવામાં આવ્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે કોરોના ની કપરી પરિસ્થિતિમાં આ ઉદ્યોગો અને આ ક્ષેત્રને ઘણી ખરી માઠી અસર નો સામનો કરવો પડ્યો હતો ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવે અને જે પડી ભાંગેલા ઉદ્યોગો ઝડપભેર વિકસિત થાય તે માટે સરકાર દ્વારા આ ક્ષેત્રને વેગવંતુ બનાવવા અને પોતાના પ્રાણ પૂરવા માટે મહેનત કરવામાં આવશે.
દેશનું અર્થતંત્ર પુરપાટ: બે હજાર કિલોમીટર કાર્ગો ટર્મિનલ નેટવર્ક કવચ હેઠળ
દેશ ના નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે વિકાસ લક્ષી બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વધુ ને વધુ પ્રાધાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપાયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ આગામી ત્રણ વર્ષમાં ઉભા કરવામાં આવશે સામે બે હજાર કિલોમીટરનું જે નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તેને પણ એક કવચ હેઠળ આવરી લેવાશે. સ્થાનિક પ્રશાસન અને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દ્વારા વર્ષ સ્ટેશન વન પ્રોડક્ટ નું પણ આયોજન કર્યું છે અને 27.5 ટકા જેટલા બજાજ નો કુલ ખર્ચ આ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવ્યો છે જેથી રોજગારી ની તકો પણ ઊભી થશે અને તેનો સીધો લાભ સરકારની સાથે ઉદ્યોગોને પણ મળશે.