આ બજેટમાં સરકાર તરફથી ડિફેન્સ સેક્ટર માટે રૂપિયા 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પહેલી વખત ડિફેન્સ સેક્ટરમાં રૂ. 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે 2018ની સરખામણીએ ડિફેન્સની સેક્ટરમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે.

વચગાળાનું બજેટ રજૂ કરતાં કાર્યવાહક નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે, આપણાં સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં દેશની રક્ષા કરી રહ્યા છે. સરકાર સૈનિકોના હિતોને ધ્યાનમાં રાખી રહી છે. તેમણે જણાવ્યું કે, વન રેન્ક, વન પેન્શન યોજના અંર્તગત સરકારે રિટાયર્ડ સૈનિકોને રૂ. 35 હજાર કરોડ આપ્યા છે. સૈનિકોની આ માંગણી 40 વર્ષથી પેન્ડિંગ હતી.

 વર્ષ 2018 ડિફેન્સ સેક્ટર

ડિફેન્સ સેક્ટર માટે વર્ષ 2018માં નાણાપ્રધાન અરુણ જેટલીએ 2,95,511 કરોડની ફાળવણી કરી હતી. આ હિસાબે વચગાળાના બજેટમાં મોદી સરકારે દેશના રક્ષા બજેટમાં 5000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે વર્ષ 2017માં ડિફેન્સ સેક્ટર માટે 2.74 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ હિસાબે ડિફેન્સ બજેટમાં 7.81 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે બજેટમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ રક્ષા ઉત્પાદન નીતિ 2018ની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય રક્ષા ઉત્પાદન ક્ષેત્રે એફડીઆઈમાં ઉદાર બનવાની સાથે સાથે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટના દરવાજા ખોલી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.