નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશના ખેડૂતોને બજેટમાં મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી તમામ ખરીદી તમામ પાકને તેના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછી દોઢ ગણી કિંમતે ખરીદી કરશે. દેશના ખેડૂતોની આવક વધારીને 2022 સુધી બે ગણી કરવાનો ટાર્ગેટ રાઘતા નાણામંત્રી અરૂણ જેટલીએ હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકારના સંકલ્પને ફરી દોહરાવ્યો અને કહ્યું કે, ખેડૂોતને ખર્ચ કરતાં દોઢગણી કિંમત મળે, તે સુનિશ્ચિત કરવા માટે બજાર મૂલ્ય અને એમએસપીમાં વચ્ચે રકમમાં જે તફાવત હશે તે સરકાર વહન કરશે.
જેટલીએ કહ્યું કે, બજારમાં કિંમત એમએસપી કરતાં ઓછી હશે તો સરકાર એ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને બાકીની રકમ આપવામાં આવે. જેટલીએ કહ્યં કે, તેના માટે નીતિ આયોગ વ્યવસ્થાનું નિર્માણ કરશે.
જેટલીએ કહ્યું કે, 585 ઈપીએમસીને ઈ-નેમ દ્વારા જોડવામાં આવશે. આ કામ માર્ચ 2019 સુધી ખત્મ થઈ જશે. જે છોડ કે વૃક્ષનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે તેનું ઉત્પાદન વધારવા પર ભાર મુકશે સરકાર. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરશે.
ટમેટા, બટેટા, ડુંગળીનો ઉપયોગ હવામાન આધારીત છે. તેના માટે ઓપરેશન ફ્લડની જેમ ઓપરેશન ગ્રીન લોન્ચ કરવામાં આવશે જેના માટે સરકાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરશે. માછીમારો અને પશુપાલકોને પણ ક્રેડિટ કાર્ડ મળશે.
જેટલીએ કહ્યું કે, 42 મેગા ફૂડ પાર્ક બનશે. માછીમારી અને પશુપાલન માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નીતિ આયોગ એવી વ્યવસ્થા બનાવી રહ્યું છે જેથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહે.