૫૦ હજારની સપાટી તોડવા સેન્સેકસ સજજ થયો

GDPનો દર પાંચ ટકાથી વધારે આઠ ટકા કરવા મથામણ

કોર્પોરેટ ટેકસ ઘટાડી રોકાણકારોને આકર્ષવાની તૈયારીઓ

ભારત વાસીઓેને સેન્સેક્સ ૫૦,૦૦૦ જોઇએ છે,GDP આઠ ટકા જોઇએ છૈ, ભારતને પાંચ ટ્રિલીયનની ઇકોનોમી બનાવવી છે. ખેડૂતોની આવક બમણી કરવી છે છતાયે મોંઘવારી વધવા દેવી નથી. કરવેરા ભરવા નથી છતાં સરકારી તિજોરી  હુંડિયામણથી છલકતી રહે અને નિકાસનાં કારોબાર વધારે થાય એવા સપના જોતો હોય છે  અને આ આશા પુરી કરવા માટે દેશના નાણાંમંત્રી દ્વારા રજૂ થનારા વાર્ષિક બજેટની રાહ જોતો હોય છે. આ વખતે પણ નિર્મલા સિતારામન આગામી ૧ લી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૦ નું બજેટ જાહેર કરવાના છે ત્યારે તેમને ભારતવાસીઓની ઇચ્છાઓને ધ્યાનમાં રાખવી પડશે.

7537d2f3 8

એવું કહેવાય છે કે સરકાર દેશને મંદીમાંથી બહાર લાવવા માટે ઇન્કમ ટેક્ષ સહિતના વિવિધ કરવેરા નાબુદ કરવાની અથવા તો એકદમ ઓછા અને સરળ કરવાની વેતરણમાં છે. તેથી જ શેરબજારનો સરન્સેક્ષ ૪૨૦૦૦ની સપાટી વટાવી ચુક્યો છે. આ ઉપરાંત ભારતમાં હાલમાં કરવેરાનાં હજારો કેસ ચાલી રહ્યા છે, સમય વેડફાય છે, જેમાં સરકાર કાંઇ વધુ ટેક્ષ મેળવી નથી રહી. આવા કેસોના નિકાલ માટે કદાચ સરકાર ટેક્ષ ડિસ્પ્યુટ સેટલમેન્ટ સ્કીમ લાવી શકે છે. જે કરદાતાઓને ઓછા કરવેરા ભરીને ચિંતામુક્ત થવાની ઓફર આપશે અને સરકારને નાણા મળી રહેશે.  આમેય તે હાલમાં દેશનો GDP પાંચ ટકાએ એટલે કે છેલ્લા એક દાયકાના સૌથી નીચા સ્તરે છે ત્યારે લોકોની ખરિદશક્તિ વધારવા માટે આવી યોજના અકસીર સાબિત થતી હોય છે. આ ઉપરાંત સરકાર કદાચ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્ષ અને ડિવીડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષમાં પણ રાહતની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો શેરબજાર વધારે ઉંચુ જશે. અગાઉ પણ શેરબજારને દેશની વિકાસ યાત્રાનું અને ઇકોનોમીનું બેરોમીટર કહી શકાય એવા ઇક્વીટી મોર્કટ માટે આગઉ જાહેરાત થઇ છે.

હવે સરકાર દેશનાં કોમોડિટી એક્સચેન્જો માટે પણ અમુક પ્રોત્સાહક પગલાં લે તે જરૂરી છૈ.  સૌ પ્રથમ તો સરકારે પ્રોસેસ્ડ કૄષિ કોમોડિટી ઉપર લાગવેલા ટેક્ષ હટાવવાની કાર્યવાહી કરવી જોઇએ. આમ કરવાથી પ્રોસેસરની પડતર સસ્તી થશે અને નાણા મટીરીયલની ખરીદી માટે વાપરી શકશે. જે અંતે ખેડૂતનાં ખિસ્સામાં જઇને તેમના માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત સરકારે છઇઈં એ બેંકો માટે એક જોગવાઇ કરવી જોઇએ કે જે કોઇ કોપોરેટને લોન લેવી હોય તેને પહેલા તેના મટિરીયલની હેજ પોઝીશન જાહેર કરવી પડે. આમ કરવાથી લોન લેનાર ની જોખમી સ્થિતી ખબર પડશે અને બેંકોને લોન આપવામાં આસાની રહેશે. કોમોડિટીનાં કારોબારીઓ ના વેપાર વધારવા માટે પણ તેમના પરનાં વહિવટી ખર્ચનાં આંકડા ઘટાડવા જરૂરી બનશૈ.

કોમોડિટીના કારોબારને વધુ માર્કેટ ફ્રેન્ડલી બનાવવા માટે શું જરૂરી છે અને બજાર આ કારોબારને કેટલો સમજે છૈ તે જણાવા માટે રિસર્ચ કરાવવાની જોગવાઇ પણ કરવી જોઇશે. દેશમાં ચોમાસાની અનિયમિતતા ના કારણે કૄષિ ઉત્પાદનમા પણ નિયમિતતા જોવા મળે છે.

આવા સંજોગોમાં સારા ચોમાસામાં થયેલા સારા ઉત્પાદનને સાચવી રાખવા માટે ભારતમાં સારી સ્ટોરેજ ક્ષમતા ઉભી કરવાની ખાસ આવશ્યકતા છે. તેથી બજેટમાં આ અંગેની જોગવાઇ પણ થવી જોઇએ. જરૂર પડ્યે સરકારી એજન્સીઓ, GDP કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા પણ આવી સુવિધા ઉભી કરી શકાય છે.

દેશમાં GST તો લાગૂ પડી ગયો છે પરંતુ દેશ ભરમાં ફેલાયેલા સંસ્થાનો તથા કોર્પોરેટ માટે RBI અર્થાત ઇન્ટીગ્રેટેડ ૠજઝ લાગૂ થવો જોઇએ જેનાથી એસચેન્જનાં પ્લેટફોર્મ પર ડિલીવરી થાય તેને ૠજઝ ની સમસ્યા નડે નહીં.

ખેડૂતોનાં વિકાસ  માટે FPO એગ્રિગેશન મોડેલ વધારે અરકારક સાબિત થઇ રહ્યા છે. સરકારે અગાઉ પણ બજેટમાં FPO માટે પ્રોત્સાહક જાહેરાતો કરી છે. આગામી બજેટમાં પણ આવી કોઇ વિશેષ જાહેરાત થાય તો દેશના કૄષિ સેક્ટરને મોટો ફાયદો થઇ શકશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.