સુરક્ષા સેતુ સોસાયટી અને દલિત સેવા સંઘનું સંયુકત આયોજન
જ્ઞાનના પ્રકાશપુંજ સમા ભગવાન તથા ગત ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મહત્વની ઘટનાઓ-જન્મજયંતી, બુદ્ધત્વપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એક જ તિથિએ બની. વૈશાલી પૂર્ણિમા, જેને આપણે બુદ્ધપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આ બુદ્ધપૂર્ણિમાની ઉજવણીના ભાગ‚પે પૂર્વસંધ્યાએ તા.૯/૫/૨૦૧૭ને મંગળવારના રોજ સાંજના ૫:૦૦ થી ૭:૦૦ કલાકે હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને દલિત સેવા સંઘ રાજકોટના સંયુકત ઉપક્રમે ‘બુદ્ધ વિચાર’ નામે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કટારલેખક અને વકતા જય વસાવડા ‘બુદ્ધની જ્ઞાનવાણી’ વિષય ઉપર અને એવાજ બીજા જાણીતા કટાર લેખક ચંદુ મહેરિયા ‘બુદ્ધ અને બાબાસાહેબ’ વિષય પર વકતવ્ય આપશે.
આ કાર્યક્રમમાં સેવા, શિક્ષણ અને સ્વાસ્થ્યને સમર્પિત એવી સંસ્થા તથા ગત ફાઉન્ડેશનનો શુભારંભ થશે. ઉદઘાટક તરીકે ડો.વિક્રાંત પાંડે (કલેકટર,રાજકોટ) અને અધ્યક્ષ તરીકે અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહેશે. સુરક્ષા સેતુના વડપણ હેઠળ યોજાનાર આ કાર્યક્રમનો શુભારંભ પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણની ‘બુદ્ધ વંદના’થી થશે. સ્વાગત દલિત સેવા સંઘના મંત્રી બાબુભાઈ ડાભી કરશે અને જાણીતા લેખક પત્રકાર ડો.સુનિલ જાદવ ભુમિકા સમજાવશે તથા તથાગત ફાઉન્ડેશનનો હેતુ અને આગામી દિવસોમાં હાથ ધરાનારા કાર્યક્રમો-પ્રકલ્પોની વિગતો આપશે. કે.જી.કનર આભારવિધિ કરશે અને ડો.રાજેશ મકવાણા સંચાલન કરશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.સુનિલ જાદવ, કે.જી.કનર, બાબુભાઈ ડાભી, દિલીપભાઈ સિંગરખીયા, એલ.બી.ભાસા, ચંદુભાઈ પરમાર, ગોવિંદભાઈ માવદિયા, નવીનભાઈ કનર, ડો.દલપત ચાવડા, ડો.એચ.પી.સોંદરવા, ડો.એ.ડી.ચાવડા, ડો.બી.એન.પરમાર, પી.યુ.મકવાણા, ડી.બી.પરમાર, જી.જે.મકવાણા, નારણભાઈ સાદીયા, ગોહિલભાઈ, સિંગલભાઈ, કિશોરભાઈ વાઘેલા, દામોદરાભાઈ, એ.કે.બીગડા, કમલેશ રાઠોડ, નિર્લોક પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
બૌધ ધર્મની ફીલોસોફી એડવાન્સ છે: યુવા આગેવાન જીજ્ઞેશ મેવાણી
બૌદ્ધત્વ અંગે યુવા આગેવાનો શું માને છે ? સમજે છે ? તે જાણવા ‘અબતક’ દ્વારા પ્રયાસ કરાયો હતો. જેમાં યુવા આગેવાન જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, બુદ્ધની ફિલોસોફી અનેક વિષયોને આવરી લે છે. કયારેક સમાજવાદના દર્શન થાય છે તો કયારેક ન્યાયની વાત હોય છે. તેમણે ઉમેર્યું હતું કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો પરંતુ ત્યારની અને અત્યારની પરિસ્થિતિ અલગ હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે ૧૯૫૬માં નહી ૨૦૧૭માં છીએ. ધર્મમાં વૈજ્ઞાનિક અભિગમ સ્વિકારવાની વાત ઉપર પણ તેમણે ભાર મુકયો હતો. દલિતો માત્ર બુદ્ધધર્મમાં મુકિતનો માર્ગ શોધે છે જે શકય ન હોવાનું તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આપણે વૈદિક ચિત્ર બદલવાની જ‚ર છે. બુદ્ધ ધર્મની ફિલોસોફી અલગ છે. અલબત તમામ વાતો પથ્થરની લકીર હોવાનું જીજ્ઞેશ મેવાણીનુ માનવું છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક વસ્તુને તર્કની કસોટીમાંથી પસાર થવુ પડે છે. દરેક વિચારોનો આદર થઈ શકે પણ તેની સાથે સહમત ન પણ થઈ શકાય.