કાશી કોની ? કાશી એટલે શું ?
તો હેમંત શર્મા લીખિત અને પ્રભાત પ્રકાશન દ્રારા પ્રકાશિત પુસ્તક ’દેખો હમારિ કાશી’ પુસ્તકમાં વર્ણન કરે છે કે કાશી યાની કબીર , કાશી યાની તુલસી , કાશી યાની કબીર , કાશી એટલે અહીંના વેદો , કાશી સંત રૈદાસની છે , કાશી પ્રખ્યાત શરણાઇ વાદક બિસ્મિલ્લાખાંની છે , કાશી ભારતેન્દુની છે , કાશી પ્રેમચંદની છે , કાશી પંડિત રવિશંકરની છે , કાશી હરિપ્રસાદ ચોરસીયાની છે , શંકર અહીં આવી અને આદિ જગતગુરુ શંકરાચાર્ય બન્યા , અહીંના પંડિતો , પ્રબુદ્ધ વર્ગ , જ્ઞાની , કલાકાર , સંગીતકાર જેવા મહાનુભાવોથી કાશી બની છે.બુદ્ધ કાશી ક્ષેત્રના સારનાથમાં આવ્યા અને પોતાના પ્રથમ પાંચ શિષ્યોને પ્રથમવાર ઉપદેશ આપી ચારો દિશાઓમાં મોકલ્યા.
એવા ભગવાન સારનાથ , જૈન તિર્થંકર ભગવાન શ્રેયાંસનાથ અને કાશીના બાબા વિશ્ર્વનાથનો ત્રિવેણી સંગમ એટલે કાશી.જયાં કહેવાય છે કે વિશ્ર્વમાં આ એક માત્ર એવુ સ્થળ છે જયાં ભગવાન ભોળાનાથ અને એમના સાળા બંન્નેનું લીંગ પૌરાણીક મંદિરમાં એકસાથે વિરાજિત છે.કહેવાય છે કે અહીંથી ભગવાન સમય સમય પર વિશ્ર્વનાથ મંદિરે આવન-જાવન કરે છે.જે કથિત ઉચ્ચ જાતિના લોકો કેટલીક જાતિઓને અસ્પૃશ્ય ગણે છે અથવા તો જે અનસુચિત જાતિના કથિત નેતાઓ ફકત સમાજને બુદ્ધ પુરતા સિમિત રાખે છે એમણે સ્વયં ભગવાન શિવ કે બુદ્ધનું આ સ્થાન જોવુ જોઇએ જયાં ભગવાન શિવ , મહાવીર અને બુદ્ધ એક સ્થાન પર એક સાથે વિરાજે છે અને એ પણ કોઇ ઉંચ-નિચના ભેદ વગર.અહીં ભૂતાન , ચીન , તાઇવાન , કોરિયા , તિબ્બત વગેરેથી આવેલા લામાઓ ત્થા પ્રવાસીઓ માટે રહેવા અને સાધના કરવા માટે ધર્મશાળાઓ , હોટેલો અને આશ્રમોની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.મૂલગંધ કૂટી , અશોક સ્તંભ , ધમેખ સ્તૂપ , વગેરે જોયા પછી પ્રાચિન ભારતના એ ગૌરવપૂર્ણ ઇતિહાસનો એક ઔર સ્તૂપ ધર્મરાજિકા સ્તૂપ તરફ આગળ વધ્યા.
આ સ્તૂપનુ નિર્માણ સમ્રાટ અશોક દ્રારા બુદ્ધના ધાતુરુપ અવશેષોને પ્રતિષ્ઠાપિત કરવા માટે કરાયુ છે.અહીં ઉલ્લેખનિય એ છે કે સમ્રાટ અશોકે બુદ્ધના આઠ મૂલ સ્તૂપોને ખોલીને (નાગોના ઘેરાથી સુરક્ષીત રામગ્રામના સ્તૂપોને છોડીને ) ધાતુ અવશેષો એકત્રિત કરિને હજારો સ્તૂપોનું નિર્માણ કરાવ્યુ , ધર્મરાજિકા સ્તૂપ એમાંનો એક સ્તૂપ છે.ઉત્ખનનથી પ્રાપ્ત નિષ્કર્ષ અનુસાર મૂળ રુપથી આ એક નાનો સ્તૂપ હતો.જેનો વ્યાસ કેવલ 49 ફુટ હતો.પરવર્તિકાલના છ વિભિન્ન ચરણોમાં એને પરિવર્ધીત કરવામાં આવ્યો જેમાં એની ઉંચાઇમાં વૃદ્ધિ , પરિક્રમમાં પથનું મેધીમાં પરિવર્તન અને ચારો દિશાઓમાં પ્રદક્ષીણા પથ પર ઉપર ચડવા માટે એકાશ્મ સિડીઓનું નિર્માણ પ્રમુખ છે.ઉપલબ્ધ સાક્ષ્યો અને તથ્યોને પ્રમાણ માનીએ તો જાણકારિ મળે છે કે આ એક વિશાળ સ્તૂપ હતો. જે દુર્ભાગ્યવશ કાશિ નરેશ રાજા ચેતસિંહના દિવાન જગતસિંહ દ્રારા ભવન નિર્માણ સામગ્રિના દોહન કરવાના ઉદ્દેશ્યથી ઇ.સ.1794 માં વિનિષ્ટ કરવામાં આવ્યો.
આ દુ:ખદ પ્રક્રિયામાં પ્રસ્તર પેટીકામાં રાખવામાં આવેલ લીલા સંગેમરમરની ધાતૂ મંજુષા પ્રાપ્ત થયેલી.આ પેટીકા કલકત્તાના ભારતિય સંગ્રહાલયમાં સુરક્ષીત છે , પરંતુ ઘાતુ મંજુષા વહેતી ગંગા નદીમાં ફેંકી દેવામાં આવી. ત્યારબાદ આ સ્થળના પુરાતત્વિક ઉત્ખનનમા સ્તૂપની પરિધીને સમિપ બે અતિમહત્વપૂર્ણ મૂર્તિઓ પ્રાપ્ત થઇ.એમાંની પહેલી લાલ બલૂયાના પત્તથરની – કુષાણ – કાલીન બૌદ્ધિસત્વની મૂર્તિ અને બીજી ગૂપ્તકાલીન બુદ્ધની મૂર્તિનો જેમા એમને ધર્મચક્ર પ્રવર્તકની મુદ્રામાં દર્શાવાયા છે.આ આખુ પ્રાચિન સ્મારક અને પુરાતાત્વિક સ્થળ અને અવશેષ અધીનિયમની ઉપ-ધારા 32 તથા 1992 માં પ્રસિદ્ધ અધીસુચના અંતર્ગત સંરક્ષીત સીમાથી 100 મીટર થી નજીકનું ક્ષેત્ર નિષેધ ઘોષિત કરવામાં આવ્યુ છે .જેમા કોઇપણ પ્રકારનું નિર્માણ ,ખનન ઇત્યાદિને અનુમતિ નથી.તથા એનાથી આગળ 200 મીટરનું ક્ષેત્ર વિપિયમિત ઘોષિત છે.જયાં પણ ભવન નિર્માણ , પૂન: નિર્ણાણ , રિપેરીંગ ઇત્યાદિ સક્ષમ અધીકારીની પવાનગી વગર કરિ શકાતુ નથી.
જૈના ધર્મના તીર્થંકર ભગવાન શ્રેયાંસનાથનું આજ પરિસરના એકભાગમાં આવેલુ વિશાળ મંદિર , જે વર્તમાન યુગના અગીયારમાં તિર્થંકર એમના પિતા ઇચ્છવાકુ વંશના સિંહપૂર નગર (સારનાથ)ના રાજા વિષ્ણુમિત્ર અને માતા મહારાણી સુનંદા હતા.આજથી લાખો વર્ષ પૂર્વ માતાના ગર્ભમાં આવતા છ મહિના પહેલા સ્વર્ગમા દેવરાજ ઇન્દ્રનું આસન કંપાયમાન થવા લાગ્યુ ત્યારે એમને અવધી જ્ઞાનથી ખબર પડી કે હવે એમના જન્મ લેવાનો સમય આવી ચુક્યો છે.આથી કુબેરને આજ્ઞા કરી કે ભગવાનના જન્મ સમય એટલે કે 15 માસ સુધી રોજ રાજમહેલના આંગણાંમા રત્નવૃષ્ટી કરવામાં આવે.આ રત્નો મહારાજા દ્રારા પ્રજામાં પ્રતિદિન વહેચી દેવામાં આવતા હતા.જેથી પ્રજા સુખી , સંપન્ન અને સમૃદ્ધિવાન થાય.એક રાત્રે મહારાણી સુનંદાને સોળ અલૌકિક સ્વપ્ન જોયા જેની વાત એમણે મહારાજાને રાજ દરબારમાં પહોંચતિ કરી.સમાધાન સ્વરુપ મહારાજા વિષ્ણુમીત્રે જણાવ્યુ કે આપને તિર્થંકર બાળકની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા જઇ રહ્યુ છે.એ જ રાત્રે જેઠ મહિનાના કૃષ્ણપક્ષની છઠ્ઠી તિથીના દિવસે ભગવાન માતાની કુખમાં પધાર્યા.
ત્યારપછી ફાગણ મહિનાની કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે ભગવાનનો અગીયારમાં તિર્થંકર તરિકે જન્મ થયો.બધા રુષી-મુની , ઇન્દ્રાધી દેવતાઓ મહારાજના મહેલમાં પધાર્યા. ઇન્દ્રાણી સચીને તિર્થંકર ભગવાનનું બાળ સ્વરુપ જોવાનો પ્રથમ અવસર સાંપડ્યો.તેમણે બાળક લાવીને રાજા ઇન્દ્રના ખોળામાં આપ્યુ.જે તિર્થંકર બાળકને પોતાના ઐરાવત હાથી પર બેસાડી અને સુમેરુ પર્વત પર લઇ ગયા.જયાં ક્ષીરસાગરના જળથી 1008 કળશથી બધા દેવતાઓએ ભગવાનનો અભિષેક કર્યા બાદ બાળકનું નામ શ્રેયાંસનાથ રાખવામાં આવ્યુ અને ગેંડાનું ચિન્હ ઘોષિત કરવામાં આવ્યુ.જન્મથી ત્રણ જ્ઞાનધારિ શ્રેયાંસનાથનું આયુષ્ય ચોર્યાસી લાખ વર્ષ માનવામાં આવે છે.
સ્વર્ણ સમાન શરીરે વાનવાળા ભગવાનની ઉંચાઇ 80 ધનુષ (લગભગ 320 ફુટ) ,રાજવૈભવની તમામ સુગ સાયબી અને વૈભવની વચ્ચે પણ ભગવાનનું જીવન ત્યાગ અને વૈરાગ્યમય રહ્યુ.આયુના ત્રણ – ચતુર્થાંસ વર્ષ પછી પુત્ર શ્રેયસ્કરને રાજપાટ સોંપી સંસાર વૈરાગ્યની દિશામાં અગ્રેસર થયા.વિમલ પ્રભા નામક પાલખીમાં બેસી નગરના એક ઉદ્યાનમાં જઇ કેશ લોચન કરી નિગ્રન્થ દિગંબર દિક્ષા ધારણ કરિ બે વર્ષ મૌન સાધનામાં લીન થયા.માઘ માસની અમાવાસ્યાને દિવસે આપને દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયા બાદ બધા જીવોને હિતકર ઉપદેશ આપ્યો.ત્યારબાદ જૈન ધર્મના ઉપદેશ હેતુ ચારો દિશાઓમાં લોક કલ્યાણ હેતુ વિચરણ કર્યુ.તેમના 77 પ્રધાન શિષ્યો હતા જેમાં મુખ્ય ’ધર્મ’ હતા.જીવનના અંત સમયે સમ્મેત શિખરજી પર વિરાજિત થયા અને શ્રાવણની પૂર્ણીમાના દિવસે નિર્વાણને પ્રાપ્ત થયા.
- ભગવાન બુદ્ધના એ ઉપદેશ સ્થળે પ્રવેશતા લખેલો શ્લોક:
નત્થિ રાગ સમો અગ્નિ,નત્થિ દોષ સમો અગ્નિ
નત્થિ ખંધસમા અગ્નિ,નત્થિ સન્તિપરં સુખમ
અર્થાત – રાગ સમાન અગ્નિ નથી,દ્વેષ સમાન પાપ નથી.પાંચ સ્ક્ધધ ( રુપ,વેદના ,ચેતના ,સંસ્કાર અને વિજ્ઞાન) સદૃશ દુખ નથી , નિર્વાણ સમાન સદૃશ સુખ નથી.
અંતમાં ધર્મચક્ર પ્રવર્તન સુત્રના અંતિમ ચરણમાં પાંચેય શિષ્યોને ઉપદેશ આપ્યા પછી બુદ્ધ બોલ્યા છે : ભવન્તુ સબ મંગલમ..સાધુ…સાધુ…સાધુ