બોર્ડ મિટીંગના એજન્ડામાં ચાલતી લાલીયાવાળી: ગરીબ દર્દીઓના નામે સરકાર પાસેથી ટોકન ભાવે જમીન અને દાતાઓ પાસેથી ફંડ એકઠું કરી જ‚રીયાતમંદ દર્દીઓ જ સારવારી વંચિત!: બોર્ડ મિટીંગમાં સરકારી પ્રતિનિધી તબીબી અધિક્ષકને દુર રાખી ચલાવાતું કૌભાંડ
ગરીબ અને જ‚રીયાતમંદ દર્દીઓના લાભાર્થે સરકાર અને દાતાઓ દ્વારા અઢળક સંપતિ આપવામાં આવે છે. પણ તેનો સદઉપયોગ કરી ખરેખર દર્દીઓને લાભ આપવાના બદલે સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલી બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં નિયમોને નૈવે મુકી ગરીબ દર્દીને જ‚રી સારવારથી વંચિત રાખવામાં આવતા હોવાની વિગતો પ્રકાશમાં આવતા દાતાઓ ચોંકી ઉઠયા છે. બી.ટી.સવાણી હોસ્પિટલની બોર્ડ મિટીંગમાં સરકારના પ્રતિનિધિ તરીકે તબીબી અધિક્ષકને આમંત્રણ ન આપી દુર રાખવા પાછળ પણ ટ્રસ્ટની ભૂંડી ભૂમિકા હોવાની બુ આવી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
શહેરમાં બી.ટી.સવાણી હોસ્પિટલ સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર કરોડોની કિંમતની જમીન સરકાર પાસેથી ટોકન ભાવે લઇ દાતાઓના સહયોગથી મોટી હોસ્પિટલ ખડકી દેવામાં આવી છે. સરકાર પાસેથી જમીન ખરીદ કરી હોય અને દાતાઓનો સહયોગ મળ્યો હોય ત્યારે ટ્રસ્ટ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હોય છે. ટ્રસ્ટના બનાવવામાં આવેલા નિયમોના કારણે જ સરકાર દ્વારા ટોકન ભાવે જમીન અને દાતાઓનો સહયોગ મળતો હોય છે.
બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ માટે પણ ગરીબ દર્દીઓ, પોતાની જ હોસ્પિટલના કર્મચારીઓ, બીપીએલ કાર્ડધારક દર્દી, મામલતદાર, કોર્પોરેટર, તલાટી મંત્રી અને સરપંચ દ્વારા સર્ટિફીકેટ આપવામાં આવ્યું હોય તેવા દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા રીફર કરાયેલા દર્દીઓ માટે ફ્રીમાં પથારી આપવાનો ટ્રસ્ટ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે. પણ ટ્રસ્ટના નિયમનો બી.ટી.સવાણી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં અમલ થયો નથી. નિયમની ઐસી કી તૈસી કરી લોલંલોલ ચલાવવામાં આવી રહ્યાનું જાણકારો કહી રહ્યા છે.
બી.ટી.સવાણી હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા બોર્ડ મિટીંગનો એજન્ડા તબીબી અધિક્ષકને મોકલી બોર્ડ મિટીંગમાં હાજર રહેવાનું આમંત્રણ આપવાનું ફરજીયાત છે. તેમ છતાં હજી સુધી એક પણ બોર્ડ મિટીંગનો એજન્ડા તબીબી અધિક્ષક મનિષ મહેતાને મોકલવામાં આવ્યો નથી એટલું જ નહી તેમને બોર્ડ મિટીંગમાં સરકારી પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ પણ આપવામાં આવતું ન હોવાનું તબીબી અધિક્ષક મનિષ મહેતાએ ‘અબતક’ને જણાવ્યું હતું.
તબીબી અધિક્ષક મનિષ મહેતાએ બી.ટી.સવાણી હોસ્પિટલમાં ૧૦ ટકા પથારી સરકારી કર્મચારી અને ૪૦ ટકા પથારી આમ જનતા માટે રિઝર્વ રાખવાની હોય છે. તેનો અમલ પણ બી.ટી.સવાણી હોસ્પિટલમાં ન થતોનું સ્પષ્ટ કહ્યું હતું. સરકારી પ્રતિનિધિને ન ગણકારી બી.ટી.સવાણી હોસ્પિટલના તંત્ર અને ટસ્ટ્રીઓ પાસે ગરીબ અને જ‚રીયાતમંદ દર્દીઓની ફ્રી પથારીની અપેક્ષા કંઇ રીતે રાખી શકયા?, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન અને દાતાઓ દ્વારા આપવામાં આવેલા ફંડનો બી.ટી.સવાણી હોસ્પિટલમાં સદઉપયોગના બદલે મનમાનીથી થતો હોવાનું કેટલાક જાણકારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.