રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને પીએમ સ્વનિધિ યોજના અંગે જાણકારી મેળવી
કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજનાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને બેચલર ઓફ સોશિયલ વર્કના અભ્યાસ ક્રમની સેમેસ્ટર 1 નીવિદ્યાર્થીનીઓને અભ્યાસ ક્રમના ભાગરૂપે મહાપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાની જાણકારી મળી રહે તથા મહાપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કરવામાં આવતી વિવિધ કામગીરીથી માહિતીગાર થાય તે હેતુસર સમાજ કાર્યવિભાગનાફિલ્ડ ઓફિસર ભવદીપભાઈ ત્રિવેદીનાં આયોજન થી મુલાકાત લેવામાં આવેલ હતી.
આ તકે રાજકોટ મહાનગર પાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાની જાણકારી એનયુએલએમ મેનેજર શાંતિલાલ બથવાર દ્વારા આપવામાં આવેલ હતી. તેમજ રાજકોટ મહાનગર પાલિકાનું વહીવટી માળખું તથા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રોજેક્ટ શાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન આર. આગરીયા દ્વારા માહિતીગાર કરવામાં આવેલ હતા.
સાથો સાથ હર ઘર તિરંગા કાર્યક્રમનીરાષ્ટ્ર વ્યાપી ઉજવણીમાં સામેલ થઇ દરેક ઘર પર રાષ્ટ્ર ધ્વજ આદર પૂર્વક લહેરાવવા વિદ્યાર્થીઓને જણાવેલ હતું. આ કામગીરીને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના આસી.મેનેજર કે.ડી.વાઢેર નાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર આર.એ.મુનિયા, શ્રીમતિ એન.આર કાથડ તથા ટી.બી. જાંબુકિયાએજહેમત ઉઠાવી હતી.