ઓખામાં બીએસએનએલના રેઢીયાળ તંત્રનું દિવસો સુધી નેટવર્ક ખોરવાયું ૨૪ તારીખે બંધ થયેલી સેવા ૨૭ તારીખે શ થઈ હતી તેમ જ પીજીવીસીએલનો પાવર રાત્રીના ૧૦ વાગ્યે બંધ થયો તે બીજે દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી બંધ રહેતા ખેલૈયાઓની શરદપુનમની રાત્રી બગાડી હતી.
એકબાજુ સરકારી તંત્ર વિકાસના બળગા ફુંકી રહી છે. ૪-જી અને ૧૦-જીના વિકાસની વાતો કરે છે ત્યારે બીજી તરફ સરકારી બાબુઓના રેઢીયાળ તંત્ર ઈન્ટરનેટ સેવા તો શું લેન્ડલાઈન અને મોબાઈલ સેવા પણ વ્યવસ્થિત કરી શકતું નથી. જેના કારણે ઓખામાં ગત તા.૨૪ના બીએસએનએલની તમામ સેવાઓ બંધ થઈ હતી.
જે તા.૨૭ના પાંચ દિવસ બાદ ચાલુ થઈ હતી જેના કારણે મોબાઈલ બંધ થયા હતા અને સુરજકરાડી, બેટ, આરંભડા, ઓખા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારી જી સ્વાન પણ બંધ થઈ જવાથી સરકારી કામગીરી પણ ખોરવાઈ હતી.
આવી જ પરિસ્થિતિ પાવર કંપની છે. શરદપુનમની રાત્રીના ૧૦ વાગ્યે બંધ થયેલ પાવર બીજા દિવસે બપોરે ૧૨ વાગ્યે ચાલુ કરેલ અહીં ગુજરાતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ અને સ્ટેટ બેંકો અને દેના બેંકોની આજ હાલત છે. અહીં સ્ટાફની કમીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે.
પોસ્ટ ઓફિસની બિલ્ડીંગની હાલત ખંઢેર છે. જયારે બેંકોના એટીએમમાં હંમેશા કેશલેશની સમસ્યા સર્જાય છે. અહીં તમામ કચેરીની બહાર કચરાના ઢગલાઓ દિવસો સુધી જોવા મળે છે અને સ્વચ્છતા અભિયાનના લીરા ઉડતા જોવા મળે છે.