વિવિધ યુનિયનના સેક્રેટરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
રાજકોટના તાજેતરમાં બીએસએનએલના એજીએમ એચ.ડી.પરમારની વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમના વિદાય સમારંભમાં પ્રિન્સીપાલ જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલ. આ પ્રસંગે ડીજીએમ એન. એન. પીપળીયા, આર. પી. કાલરીયા, વી. કે. ફુલતરીયા તથા બી. કે. સંઘાણી સહિત વિશાળ સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી અશોકકુમાર ઉપાધ્યાયે એચ.ડી.પરમાર તેમજ વિદાય થતા અન્ય કર્મચારીને કામગીરીને બિરદાવી હતી. આ સાથે અન્ય કંપનીના મોબાઈલ કનેકશનની પોર્ટીબલીટી પુર જોશમાં કરી બીએસએનએલને નંબર વન બનાવવામાં તાકીદ કરી હતી. તેમજ ડીજીએમ પીપળીયા, ફુલતરીયા તેમજ યુનીયનના એન.કે.ત્રિવેદી, એન.જી.પરમાર, અશોકભાઈ હિંડોચાએ તેમને નિવૃત થતા એજીએમની કામ કરવાની પઘ્ધતિને દિલથી બિરદાવી હતી. તેમનું સન્માન શાલ અને મોમેન્ટો આપી અશોકકુમાર ઉપાધ્યાયે કર્યું હતું.
સમ્માનના પ્રત્યુતરમાં નિવૃત થતા પરમારે જણાવ્યું હતું કે જે પણ સેકશનની જવાબદારી એમને સોંપવામાં આવતી એ દરેક સેકશનમાં એમણે અવ્વલ નંબરે બજાવી હતી ચાહે તે મટીરીયલ મેનેજમેન્ટ હોય, મોબાઈલ ટાવર હોય કે પછી જનસંપર્ક, છેલ્લા બે વર્ષમાં એમને બીએસએનએલના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) તરીકે ફરજ બજાવી રાજકોટના ગ્રાહકોના દિલ જીતી લીધા હતા. આ સાથે તેમણે ટેલિકોમ એડવાઈઝરી કમિટી તથા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની બેઠકનું બહુ જ સારી રીતે સંચાલન કરેલ. આ કાર્ય બદલ ટેલિકોમ એડવાઈઝરી કમિટીના ચેરમેન એમ. પી .મોહનભાઈ કુંડારિયાની કમિટીએ તેમનું શાલ અને બુકેથી ભવ્ય સન્માન કરેલ હતું. આ સાથે રાજકોટ બીએસએનએલને છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકલમાં લેંન્ડલાઈન અને બ્રોડબેન્ડમાં પ્રથમ સ્થાને જાળવી રાખવા બદલ ઉડાન ટીમ તથા સંબંધિત સેકશનનો આભાર માન્યો. રાજકોટના ગ્રાહક સેવા કેન્દ્રના ઈન્ચાર્જ ઓફિસરો તેમજ સ્ટાફનો પણ આભાર માનેલ હતો.