- જુના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી 12,600 ચો.મી.જગ્યાની હાથ ધરાઇ હરાજી: 1લી જુલાઈ છેલ્લો દિવસ
- દિલ્હી કોર્પોરેટ સીજીએમ (બિલ્ડીંગ ) પરમેશ્વરી દયાલ રહ્યા ઉપસ્થિત
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલની 600 થી વધુ જમીનો અને ઇમારતોને વેચાણ માટે સૂચિબદ્ધ કરી છે. આ મિલકતો દેશભરમાં ફેલાયેલી છે. આમાંની મોટાભાગની મિલકતો પ્રાઇમ લોકેશનમાં છે. તમામ મિલકતો દિલ્હી અને મુંબઈ જેવા સ્થળોએ છે. સરકારી વિભાગો અને અન્ય પબ્લિક સેક્ટર યુનિટ સંપૂર્ણ વેચાણ દ્વારા સંપત્તિની ઓફર કરવામાં આવશે. તે જ સમયે, તેમને ખાનગી સંસ્થાઓને હરાજી માટે મૂકવામાં આવશે. બીએસએનએલ એ એક સમર્પિત વેબસાઇટ વિકસાવી છે. તેમાં બંને કંપનીઓના વેચાણ માટે પ્રસ્તાવિત મિલકતોની યાદી છે. આ મુજબ, બીએસએનએલની 531 અને એમટીએનએલ 119 મિલકતો વેચાણ માટે ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં બીએસએનએલ પાસે સંપત્તિનો વિશાળ આધાર છે. જ્યારે એમટીએનએલની મિલકતો દિલ્હી અને મુંબઈમાં છે.
આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ દિલ્હી કોર્પોરેટ સીજીએમ ( બિલ્ડીંગ ) પરમેશ્વરી દયાલ રાજકોટના આંગણે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાજકોટની છ જેટલી જગ્યાઓ કે જે બીએસએનએલના અધિકારમાં છે તેને હરાજી કરવા માટે જણાવ્યું હતું પરંતુ હાલ જુના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી ભારત સંચાર નિગમ લિમિટેડની 12,663 ચોરસ મીટર એટલે કે ત્રણ એકર જેટલી જગ્યા હાલ કોઈ ઉપયોગમાં નથી જેથી તેની જાહેર હરાજી કરવામાં આવી રહી છે હરાજી તો શરૂ થઈ ચૂકી છે પરંતુ હજી કોઈ તેને લેનાર બિલ્ડર મળ્યો નથી માટે આજે એક બિલ્ડરો સાથેની બેઠક પણ યોજવામાં આવી હતી જેમાં આ જગ્યા અંગે વધુ વિગતો આપવામાં આવી હતી. હાજર રહેલ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી જુલાઈ જાહેર હરાજી માટેનો છેલ્લો દિવસ છે.
મહત્વની વાત એ છે કે જે 12,663 ચોરસ મીટર જગ્યા હરાજીમાં મૂકવામાં આવેલી છે તેની અપસેટ કિંમત 22.99 કરોડ નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આટલી મોટી રકમ કોણ ચૂકવે કારણ કે જે લોકેશનમાં ભારત સંચાર નિગમ લિમિટેડ ની જગ્યા આવેલી છે તે ખૂબ જ દૂર છે અને એ સ્થળો પર મફતીયુ પણ ઊભું થઈ ચૂક્યું છે. અરે માત્ર ને માત્ર એ જગ્યા પર જે ખખડધજ બીએસએનએલના ક્વાર્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે તેને તોડી પાડવામાં આવ્યા અને એફોર્ડેબલ હાઉઝિંગ ઉભા કરાય તો જ શક્ય બને પરંતુ આટલી મોટી રકમ કોઈ બિલ્ડર ન આપે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
મહત્વની વાત એ જ છે કે આ હરાજી આજકાલથી નહીં છેલ્લા સાતથી આઠ દિવસથી ચાલી રહી છે પરંતુ તેના માટે જે અધિકારીએ સાતથી આઠ દિવસથી ચાલી રહી છે પરંતુ તેના માટે જે બિલ્ડરે રસ દાખવવો જોઈએ તે સહેજ પણ જોવા મળતો નથી અને પરિણામ સ્વરૂપે આજ દિન સુધી હજી કોઈ હરાજી માટે તૈયાર પણ થયું નથી જેને લઈને દિલ્હીના અધિકારી રાજકોટ દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે એક નહીં આ પ્રકારની છ પ્રોપર્ટી છે જેમાં માધાપર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે તેને પણ તબક્કાવાર હરાજી કરી વેચી નાખવામાં આવશે.
હરાજીમાંથી ઉભી થયેલી રકમ બીએસએનએલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ઉપયોગમાં લેવાશે: પરમેશ્વરી દયાલ
બીએસએનએલ દિલ્હીના અધિકારી પરમેશ્વરી દયાલે અબ લતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જે જગ્યા હરાજી માટે મૂકવામાં આવેલી છે તે જગ્યાને વેચી અને તેમાંથી જે રકમ ઊભી થાશે તેનો ઉપયોગ ઇન્ટ્રાસ્ટ્રક્ચર પાછળ હાથ ધરાશે એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારત સંચાર નિગમ લિમિટેડ 5જી સેવા પણ લોન્ચ કરી રહ્યું છે જેના માટેનો તખતો તૈયાર થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સંચાર નિગમ લિમિટેડ લોકો ને પૂરતી સેવા આપી શકે તે હેતુથી કાર્ય કરી રહી છે.