પ્રધાનમંત્રીએ ડિઝિટલ ઇન્ડિયા કાર્યક્રમ સાથે BSNL એ શુક્રવારથી દેશભરમાં અત્યાધુનિક ઓપ્ટિકલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક લોન્ચ કર્યુ જેમા હાઇસ્પીડની બ્રોન્ડ બેંડ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંચાર રાજ્યમંત્રી મનોજ સિન્હા કહેવા મુજબ સરકારએ વર્ષ ૨૦૧૮ ડિસેમ્બર સુધી ૨,૫૦,૦૦૦ જેટલા ગ્રામ પંચાયતોમાં બ્રોડબેંક અને ૧,૦૦,૦૦૦ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબર બ્રોન્ડબેન્ડ કનેક્ટિવિટી પહોચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
તેમજ NG-OTN દેશના ૧૦૦ શહેરોમાં ઉપલબ્ધ છે. તથા આ પ્રોજેક્ટ પર ૩૩૦ કરોડ રૂપિયાની લાગત લગાડવામાં આવી છે.
BSNLના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અનુપમ શ્રી વાસ્તવનો કહેવા મુજબ કંપનીના કુલ ૧૧.૫ કરોડ ગ્રાહકઓંનું જોડાણ છે અને NG-OTN જે હાઇસ્પીડ બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ ફાઇબર હોમની ભાગીદારીથી દેશની અનેક પરિયોજનાઓનો લાભ મેળવી શકાશે.