એક વોભી જમાના થા, એક યે ભી જમાના હૈ
સ્વૈચ્છીક નિવૃત્તિ લેનાર કર્મચારીઓને નાણાં ચૂકવવાના સાંસા !
એક એવો જમાનો હતો કે બી.એસ.એન.એલ.નું કનેકશન મેળવવા વિવિધ કવોટાની સહાય લેવી પડતી, લાંબુ લચક લીસ્ટ રહેતુ, લોકો ઘેર જોડાણ મળે અને ઇન્સ્ટ્રુમેન્ટ આવે ત્યારે તેને હાર પહેરાવી સ્વાગી કરતા હતા આજે બી.એસ.એન.એલ.નું નામું નખાઇ ગયું હોય તેવું ચિત્ર સામે આવે છે.
તાજેતરમાં જ બી.એસ.એન.એલ.ની ગુજરાતમાં આવેલી બે સહિત 13 જેટલી માલ મિલકતની હરાજી કરવાની જાહેરાત કરી છે.આ હરાજીની જાહેરાત એમ.એસ.ટી.સી. ની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.સમયની સાથે તાલબઘ્ધ ન થવાય કે થાય તો માણસ પણ કપરી સ્થિતિમાં મુકાઇ જાય છે, બી.એસ.એન.એલ. સાથે પણ આવી સ્થિતિ આવી છે.છૂટા કરાયેલા કર્મચારીઓ કે સ્વૈચ્છીક નિવૃત્તિ લેનાર કર્મચારીઓના હકક, હિસ્સા આપવા માલ મિલકત વેચવાનો વારો આવ્યો છે. આ પ્રોપટીની હરાજી દ્વારા રૂ. 20,160 કરોડ મેળવવાની આશા સેવી રહી છે.વર્ષ 2019માં ઓકટોબર માસમાં રૂ. 69 હજાર કરોડનો બી.એસ.એન.એલ.ને પુનજીવીત પ્રોજેકટ મૂકયો હતો. હાલ 13 પ્રોપર્ટીનું લીસ્ટ બનાવાયું છે પરંતુ હજુ કેટલીક પ્રોપટીનું વેચાણ પણ પાઇપ લાઇનમાં હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.