રાજકોટ બીએસએનએલ ના તમામ યુનિયનો એસોશીએશનો દ્વારા સેન્ટ્રલ હેડકવાર્ટર ન્યુ દિલ્હી યુનિયનના આદેશ અન્વયે બીએસએનએલ ના કર્મચારીઓને પગાર પંચનો લાભ ન મળતાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ મોહનભાઇ કુંડારીયાને વિસ્તૃત માગણી સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશભરના તમામ મેમ્બર ઓફ પાર્લમેન્ટને આવેદનપત્રો અપાયા, જો પ્રશ્ર્નોનો ઉકેલ નહી આવે તો આગામી ૧૧ તથા ૨ર ડીસેમ્બરે દેશવ્યાપી હડતાલ પાડવામાં આવશે.

બીએસએનએલના ર લાખથી વધુ કર્મચારીઓ અધિકારીઓને નવા પગાર પંચનો લાભ ન મળતાં બીએસએનએલના તમામ યુનીયનો એસોશીએશનનો સેન્ટ્રલ હેડકવાર્ટર ન્યુ દિલ્હી ના આદેશ અનુસારે દેશભરના તમામ જીલ્લાના મેમ્બર ઓફ પાર્લામેન્ટને આવેદન પત્ર તૈયાર કરવામાં આવ્યો અને આજરોજ રાજકોટ જીલ્લા ચેમ્બર ઓફ પાર્લામેન્ટ મોહનભાઇ કુંડારીયાને રાજકોટ જીલ્લાના યુનિયન એસો.ના સર્વે હોદેદારો બી.એ.મેનપરા, એમ.કે.રાવલ, વી.કે. ફુલતરીયા, અશોક હિન્ડોચા, એન.કે.ત્રિવેદી, નીરુબેન સોલંકી, આર.એ. વ્યાસ, એચ.ડી. પરમાર, એ.કે. ઠોરીયા વિગેરેએ રુબરુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તથા બીએસએનએલના તમામ કર્મચારીઓ અધિકારીઓને તાત્કાલીક ધોરણે પગાર પંચનો થર્ડ વેઇઝ રીવીઝન નો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.

મોહનભાઇ કુડારીયાને યુનિયનના હોદેદારોને શાંતિથી સાંભળી આ બાબતે યોગ્ય કરવાની તથા ઉપર લેવલે આ પ્રશ્ર્નનું નીરાકરણ કરવાની હૈયાધારણ આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.