68 હજાર ટાવરો પૈકી વર્ષ 2025 સુધીમાં 13 હજારથી વધુ ટાવરને વેચવાનો લક્ષ્ય

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ 10000 સલગ્ન ટાવર વહેંચવા માટે કાઢ્યા છે ત્યારે હાલ બીએસએનએલ પાસે 68,000 થી વધુ ટાવરો છે જે પૈકી વર્ષ 2025 સુધીમાં 13,000 થી વધુ ટાવરને વેચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નહીં સરકાર ભારત સંચાર નિગમ લિમિટેડ અને ભારત બ્રોડબેન્ડ વચ્ચે મરજર કરવા માટે પણ આગળ આવ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય કનેક્ટિવિટી ઊભી કરવામાં આવે. અત્યાર સુધી જે વિસ્તારોમાં ખાનગી મોબાઇલ કંપની પહોંચી નથી ત્યાં બીએસએનએલના કનેક્શન જોવા મળતા હોય છે.

નેશનલ મોનિટાઇઝેશન પાઇપલાઇન ઉજના અંતર્ગત ભારત સંચાર નિગમ લિમિટેડ પોતાના ટાવરો ટેલિકોમ ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે ખાનગી કંપનીઓને વહેંચશે. તરફ સૌથી મોટી વાત એ છે કે બીએસએનએલે પોતાના જે ટાવરો ઉભા કર્યા છે 4જી અને 5જી થી શુસજ્જ છે. લક્ષ્યાંક અનુસાર બીએસએનએલ 10000 ટાવર પોતાના વેચી 4,000 કરોડ રૂપિયા ઊભા કરશે અને તે રકમ દેશ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વિકસિત કરવા માટે કામે લગાડશે. માત્ર બીએસએનએલ જ નહીં એમટીએનએલ પણ પોતાના 1350 ટાવર વેચશે.

ટેલિકોમ કંપની માટે સૌથી મહત્વપૂર્ણ જે કોઈ મુદ્દો હોય તો તે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે ત્યારે બીએસએનએલ દ્વારા જે ટાવર આપવામાં આવશે તેનાથી ખાનગી કંપનીઓને ઘણો ખરો ફાયદો પહોંચશે. બીએસએનએલ દ્વારા જે ટાવરોનું વેચાણ કરવામાં આવશે તેના માટે સરકારે કેપીએમજી સંસ્થાને તેના એડમીનિસ્ટ્રેટર એટલે કે વહીવટ કરતા તરીકે નિમિ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ માટે સૌથી મોટી વાત એ છે કે બીએસએનએલના 70% થી વધુ ટાવર ફાઇબરથી છે અને તે 5જી સર્વિસ માટે પણ એટલા જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. એટલું જ નહીં ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા જે નુકસાની વહેંચવી પડી છે તેની ભરપાઈ કરવા માટે સરકાર ભારત બ્રોડબેન્ડ નેટવર્ક સાથે કંપનીનું મર્જર કરાવી રહ્યું છે તેનાથી કંપનીની ક્ષમતામાં પણ અનેક ગણો વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.