• સંચાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા સહિતના મહાનુભાવોએ નવા લોગોનું અનાવરણ કર્યું: 7 ગેમ-ચેન્જિંગ સેવાઓ લોન્ચીંગ

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ 22 ઓક્ટોબર ને મંગળવારે તેના નવા લોગોનું અનાવરણ કર્યું, જે સમગ્ર ભારતમાં વિશ્વાસ, શક્તિ અને તેની વ્યાપક હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે, આધુનિકતાનું પ્રતિક છે અને રાષ્ટ્રને જોડવા માટેની અમારી દ્રષ્ટિ ,સુરક્ષા અને પ્રતિબદ્ધતાને પણ સમાવે છે.આ જાહેરાત બીએસએનએલના દેશવ્યાપી 4જી નેટવર્કની શરૂઆતના થોડા સમય પહેલા કરવામાં આવી છે, જેમાં તમામ માટે કનેક્ટિવિટી વધારવાના હેતુથી સાત નવી સેવાઓનો સમાવેશ થાય છે.

નવો લોગો સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સંચાર રાજ્ય મંત્રી ચંદ્ર એસ. પેમ્માસાની અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સચિવ નીરજ મિત્તલ સહિત મુખ્ય અધિકારીઓની હાજરીમાં એક સમારોહમાં રજૂ કરવામાં આવ્યો હતો.

બીએસએનએલના નવા લોગોનું અનાવરણ કર્યું, જે “કનેક્ટિંગ ભારત” ના અમારા અટલ મિશનને પ્રતિબિંબિત કરે છે. જે સુરક્ષિત, સસ્તું અને વિશ્વસનીય હશે.

સિંધિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફેરફાર બીએસએનએલ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે દરેકને વિશ્વસનીય, સસ્તું અને સુલભ સેવાઓ પ્રદાન કરવાના તેના વચનને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે, “આ સેવા ગ્રાહકો માટે પરિવર્તનશીલ યુગની શરૂઆત દર્શાવે છે.”

જે  7 ગેમ-ચેન્જિંગ સેવાઓ લોન્ચ કરી તે આ મુજબ છે.

  સ્પામ (વણ જોઈતા) -મુક્ત નેટવર્ક:-

આ સેવાનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને અનિચ્છનીય કોલ્સ અને સંદેશાઓથી સુરક્ષિત રાખવાનો છે, સ્વચ્છ સંચાર અનુભવ સુનિશ્ચિત કરે છે.

  બીએસએનએલ વાઇફાઇ નેશનલ રોમિંગ:-

ગ્રાહકો વધારાના શુલ્કની ચિંતા કર્યા વિના સમગ્ર દેશમાં વાઇફાઇ ઍક્સેસનો આનંદ માણી શકે છે, જે મુસાફરી દરમિયાન કનેક્ટેડ રહેવાનું સરળ બનાવે છે.

  બીએસએનએલ એઈએફટીવી

દેશમાં પ્રથમ વખત આ સેવા ફાઈબર ટુ ધ હોમ (એફટીટીએચ) કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 500 પ્રીમિયમ ચેનલોની ઍક્સેસ પ્રદાન કરે છે, જે મનોરંજનના વિકલ્પોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.

  કોઈપણ સમયે સિમ (એટીએસ) કિઓસ્ક:-

ભારત મા પ્રથમ વખત આ સ્વ-સેવા કિઓસ્ક વપરાશકર્તાઓને કોઈપણ સમયે અને ગમે ત્યાં અનુકૂળતાપૂર્વક સિમ કાર્ડ ખરીદવાની મંજૂરી આપશે.

 ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેવા:-

આ નવીન સેવા સેટેલાઇટ કનેક્ટિવિટી સક્ષમ કરે છે, વપરાશકર્તાઓને દૂરસ્થ સ્થાનોથી જખજ સંદેશા મોકલવાની મંજૂરી આપે છે, પછી ભલે તે જમીન પર હોય, હવામાં હોય કે સમુદ્રમાં હોય.

 જાહેર સુરક્ષા અને આપત્તિ રાહત:-

બીએસએનએલ કટોકટી દરમિયાન સંદેશાવ્યવહારને વધારવાનો હેતુ ધરાવે છે, તે સુનિશ્ચિત કરે છે કે મદદ અને માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી પહોંચી શકે.

 ખાણોમાં ખાનગી 5જી:-

આ સેવા ખાણકામના વિસ્તારોમાં વિશિષ્ટ 5-જી કનેક્ટિવિટી પ્રદાન કરશે, દૂરસ્થ સ્થળોએ કામદારો માટે સંચાર અને સલામતીમાં સુધારો કરશે.

આ નવી ઓફરો ભારતમાં લોકો કેવી રીતે જોડાય છે તે સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે શહેરી અને ગ્રામીણ બંને સમુદાયો માટે સુરક્ષિત અને સીમલેસ કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

બીએસએનએલ તેના 4જી નેટવર્કને સમગ્ર દેશમાં સક્રિયપણે વિસ્તારી રહ્યું છે. એરટેલ, જીઓ અને વોડાફોન-આઇડિયા

બીએસએનએલ જેવા સ્પર્ધકો દ્વારા તાજેતરના ભાવ વધારાને પગલે, વધુ વપરાશકર્તાઓ તેને પોસાય તેવી યોજનાઓને કારણે  પસંદ કરી રહ્યાં છે. કંપની 2025 સુધીમાં તેનું 4જી રોલઆઉટ પૂર્ણ કરવાની યોજના ધરાવે છે અને 4જી વિસ્તરણને સમાપ્ત કર્યા પછી છથી આઠ મહિનામાં 5-જી નેટવર્ક શરૂ કરવા પર પણ સક્રિય પણે કામ કરી રહી છે. એમ બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ જે રવિ એ જણાવ્યું હતું. તેમને ’સર્વત્ર’ હાઇસ્પીડ ઇન્ટરનેટની પહેલ કરી હતી, આ પહેલનો હેતુ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ એક્સેસને વિસ્તારવાનો છે. ઘણી ખાનગી ટેલિકોમ કંપનીઓથી વિપરીત જે એક જ રિચાર્જ પ્લાનમાં ડેટા, કોલ્સ, એસએમએસ અને માન્યતાને બંડલ કરે છે,

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.