પડધરી તાલુકામાં વણપરી ગામ સામે ચણોલ ફતેપર હડમતીયા વિસામણ જેવા ૩૦ થી પણ વધારે ગામનો અવરજવર કરવાનો મેઇન રોડ આવેલો છે જ્યાં સિંગલ પટ્ટી રોડ ઉપર પણ બીએસએનએલની લાઈનનો ખોદકામ કરી માટી દ્વારા અડધા રોડ ને તો બ્લોક કરી દેવામાં આવ્યો છે જેના થકી દરરોજ મુસાફરી કરવાવાળા વ્યક્તિઓને વાહન ચલાવવામાં જીવનું જોખમ છે રોડની કડોકડ પાંચથી છ ફૂટ ઊંડી નહેર કરવામાં આવી છે.
મોટી ચણોલ ગામે સરકારી સ્કૂલની બાજુમાં જ આ નહેર કરી હોવાથી ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બાજુમાં સ્કૂલ આવેલી હોવાથી સ્કૂલના બાળકો નું પણ વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડે છે અને આ નહેર છ ફુટ ઊંડી હોવાથી તેમાં કોઈ પડે તો ભગવાન જ તેને બચાવી શકે.
નવી ચણોલ ગામના એક યુવતી આ નહેરમાં પડવાથી તેમને ૧૨ ટાકા આવ્યા છે હાલ આ નહેર બંધ થાય તેવી ગામ લોકોની માંગ કરી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર પોતે અહીંયા પાંચ દિવસથી આવ્યા જ નથી અને જેસીબી ના ડ્રાઈવર દ્વારા ખોદકામ કરાવે છે આ ખોદકામ દ્વારા ગામની ટેક ભુગર્ભ લાઈન પણ તૂટી ગઈ છે જે માંથી પાંચ દિવસ થયા ગંદુ પાણી નીકળીને વહ્યા કરે છે જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નિકળવાની પણ પૂરી સંભાવના છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ ખોદકામ અટકાવી દીધુ છે.