મેટોડાના ૨૭ કિમી એરિયામાં ફાઈબર ટેકનીકથી બ્રોડબેન્ડ સુવિધા અપાશે: બીએસએનએલ માસ્ટર પ્રોજેકટની માહિતી આપતા જનરલ મેનેજર મહેન્દ્ર શર્મા
રાજકોટ બી.એસ.એન.એલ. દ્વારા બી.એસ.એન.એલ. અને મેટોડા વચ્ચે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા. આ એમ.ઓ.યુ. અંતર્ગત મેટોડાના ૨૭ કિમીના એરીયામાં ફાઈબર ટેકનીકથી બ્રોડબેન્ડ સુવિધા આપવામાં આવશે અને આ એમ.ઓ.યુ ફકત સાત દિવસની અંદર જ કરવામાં આવ્યા હતા.
બીએસએનએલના મહાપ્રબંધક ધર્મેન્દ્ર શર્માએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીએસએનએલ બધા ટેકનીકલ પાર્ટ પુરુ કરશે અને બીએસએનએલ મેટોડાની બધી જ ઈન્ડસ્ટ્રીઝને ટેકનોલોજીની અદ્યતન સુવિધાઓ પુરી પાડશે અને આ એમ.ઓ.યુ. થી મેટોડા ફકત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં નંબર-૧ થઈ જશે.
આ એમઓયુ બધી જ ઈન્ડસ્ટ્રીઝને ધણા ફાયદાઓ થશે, તેમજ ૨૪-૭ ઈન્ટરનેટ સુવિધા સારી સ્પીડ સાથે મળશે અને અપેક્ષ ‚પની ઈન્ડસ્ટ્રીઝને આર્થિક ફાયદો પણ થશે. બીએસએનએલ મેટોડા સિવાયની ઈન્ડસ્ટ્રી એરીયાજેવા કે શાપર તથા હડમતાલામાં પણ આ એમઓયુ માટે તત્પર છે. આવનાર દિવસોમાં તે એરીયામાં આ પ્રકરની સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયાસો ચાલુ છે.
મેટોડાનો આ પ્રોજેકટ માટે બી.એસ.એન.એલ.ના મહા પ્રબંધક મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતુ કે ૧૫ જૂનએ પહેલુ કનેકશન આપી દેવાનો તેમની તૈયારીઓ છે.
લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રેસીડન્ટ જમન ભલાણીએ વધુમાં જણાવ્યું હતુ કે તેઓની હંમેશા પ્રયત્નો રહ્યા છે. મેટોડા જીઆઈડીસીને વધુમાં વધુ વિકાસ કરે અને ઈન્ટરનેટ આજે એક બેઝીક જ‚રીયાત છે. કોઈપણ ઈન્ડસ્ટ્રીઝ માટે ત્યારે આજે બીએસએનએલ સાથે થયેલા આ એમઓયુથી ઘણો ફાયદો થશે.
આવતા દિવસોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેકટ જીઆઈડીસી માટે મંજૂર થયેલ છે. તથા ગંદા પાણીના નિકાલ ના પ્રોજેકટ પણ પ્લાનીંગમા છે.