બીએસએનએલની સંપત્તિ રાજય સરકારોને તબદિલ કરવા, સહયોગી કંપનીઓને વહિવટ સોંપવા, બીએસએનએલને નબળી પાડવા સહિતની બાબતોનો વિરોધ કરાયો: બીએસએનએલ રાજકોટ સર્કલના કર્મચારીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું

સરકારની ભેદભાવભરી નીતિઓના વિરોધમાં દેશભરના બીએસએનએલના તમામ યુનિયનો અને એસોસિએશન રેલી યોજી તંત્રને રજુઆત કરશે. જે અંતર્ગત રાજકોટ બીએસએનએલ સર્કલના અધિકારીઓ-કર્મચારીઓ પણ આજે બપોરે ૧૨:૩૦ કલાકે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી રજુ કરશે.

દેશભરમાં બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓના તમામ યુનિયનો અને એસોસીએશનોના સંયુકત આદેશ મુજબ આજે દરેક જિલ્લાના કલેકટરઓ અને દિલ્હી ખાતે ગર્વનરને રાજભવન ખાતે રેલી યોજી આવેદનપત્ર આપેલ છે. જેમાં બીએસએનએલ પ્રત્યે સરકારના ભેદભાવભર્યા નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા બનાવવામાં આવેલા નીતિ આયોગની ભલામણ મુજબ બીએસએનએલની સંપત્તિ રાજય સરકારોને તબદીલ કરવાનો વિરોધ, બીએસએનએલની સહયોગી કંપનીને માન્યતા આપી ટાવરનો વ્યવસાય તેમને સોંપવાનો વિરોધ, બીએસએનએલને ૪જી ના ઉચ્ચ ગુણવતાવાળું સ્પેકટ્રમ ચાર્જ વગર આપવું તેવી દરખાસ્ત, સરકાર દ્વારા રીલાયન્સ જીઓને મદદગારી કરી બીએસએનએલને નબળી પાડવાનો વિરોધ કરાયો છે. આજના આંદોલનમાં રાજકોટ જિલ્લાના દરેક યુનિયનો અને એસોસીએશનોના બનેલા યુનાટેડ ફોરમના નેજા નીચે રાજકોટ કલેકટર ઓફીસ ખાતે કલેકટરને આવેદનપત્ર આપવા બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહેશે.

યુનાટેડ ફોરમના ક્ધવીનર એન.કે.ત્રિવેદીએ યાદીમાં જણાવ્યું છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લાના વિવિધ યુનિયનો અને એસોસીએશનોના હોદેદારો આર.પી.કાલરીયા, એમ.કે.રાવલ- સેક્રેટરી એસ.એન.ઈ.એ., દિવ્યનંદ નિગમ- એઆઈજીઈટીઓએ, અર્જુન આર.યાદવ- સેક્રેટરી એન.એફ.ટી.ઈ. એચ.ડી.પરમાર- સેક્રેટરી એસસી/એસટી વેલફેર એસોસીએશન, શ્રીધર વાઘેલા- સેક્રેટરી એસ.એન.એ.ટી.ટી.એ, પ્રમોદ પાલ- બીટીઈયુ અને વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.

સરકાર દ્વારા બીએસએનએલના હિતમાં નિર્ણયો નહી કરવામાં આવે તો હવે પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.