શહેરીજનોને હવે BSNL(ભારત સંચાર નિગમ લિમિટેડ)ના બિલ SMS અને ઈ-મેલ દ્વારા મળશે. ડિજીટલ ઈન્ડિયા અને ગો ગ્રીન અંતર્ગત 1 ઓગસ્ટ 2019થી અમદાવાદના કાર્યક્ષેત્રમાં આવતા તમામ લેન્ડ લાઈન, એફટીટીએચ અને મોબાઈલ(પોસ્ટપેઈડ) ગ્રાહકોને તેમના ટેલિફોન બિલ એસએમએસ અને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.
તેમજ બિલની ચૂકવણી પણ કેશ કાઉન્ટર-પોસ્ટ ઓફિસમાં બિલની કોપી બતાવ્યા વિના માત્ર મોબાઈલમાં આવેલા એસએમએસ બતાવીને પણ થઈ શકશે.