Abtak Media Google News
  • BSNL ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાણકારી આપી
  •  BSNL 4G અને 5G નેટવર્ક માટે દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવશેUntitled design 19

જો તમે પણ BSNL 4Gની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. BSNLની 4G સેવા આવતા મહિને શરૂ થવા જઈ રહી છે અને તે પહેલા 4G ટાવર યુદ્ધના ધોરણે લગાવવામાં આવી રહ્યા છે. BSNL ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે કે એક અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોમાં 1,000 4G ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.download

1.12 લાખ ટાવર લગવાયા

BSNL એ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે 4G અને 5G નેટવર્ક માટે BSNL દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવશે. કંપનીએ અત્યાર સુધીમાં 12,000 4G ટાવર ઇન્સ્ટોલ કર્યા છે, જેમાંથી 6,000 ટાવર પંજાબ, ઉત્તર પ્રદેશ પશ્ચિમ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સર્કલમાં સક્રિય છે. BSNL એ 4G સેવા માટે TCS, તેજસ નેટવર્ક અને સરકારી ITI સાથે ભાગીદારી કરી છે.4G

તિરુવલ્લુરમાં 4G સેવા શરૂ

BSNL 4G આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુના તિરુવલ્લુ ર જિલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોચિલી, કોલાથુર, પલ્લીપેટ, થિરુવેલ્લાવોયલ અને પોનેરીને BSNL 4Gની રજૂઆતથી ફાયદો થશે. BSNLના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 4G ઉપલબ્ધ થશે.product jpeg 500x500 500x500 1

ગ્રાહકોને ફ્રી 4જી સિમ કાર્ડ

નવા લોન્ચ બાદ કંપની ગ્રાહકોને ફ્રી સિમ કાર્ડ આપશે. નવા ગ્રાહકો મફત સિમ કાર્ડ મેળવશે, અને હાલના ગ્રાહકો ફ્રીમાં 4G સિમમાં અપગ્રેડ કરી શકશે. આ સાથે આ લોન્ચ પ્રમોશન ત્રણ મહિના માટે ઉપલબ્ધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.