અમેરિકન બનાવટની એમ.-૪ રાઈફલ સહીતના હથિયારો મળ્યા
ભારતીય સેનાની કાર્યવાહીથી ખળભળી ગયેલા પાકિસ્તાન તરફથી સરહદ પર અવનવા ઉંબાડીયા કરવામાં આવે છે. ભારતીય સરહદની રેકી કરવાનો પ્રયાસ કરાય છે. ત્યારે બીએસએફએ કઠુઆ બોર્ડર પર પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડયું હતુ.
કઠુઆ સરહદે બીએસએફએ તોડી પાડેલા પાક ડ્રોનમાં કેટલાક હથીયાર બાંધેલા મળી આવ્યા હતા. ડ્રોનમાં એક એમ.૪ અમેરિકાની બનાવટની રાઈફલ, બે મેગેઝીન અને ૬૦ રાઉન્ડ તથા સાત ગ્રેનેડ મળી આવ્યા હતા. આ હથીયારોની ડીલીવરી અલીભાઈ નામના શખ્સને કરવાની હતી અને ડ્રોન સાથે તેનું નામ પણ લખ્યું હતુ આ ડ્રોન ૮ ફૂટનું હતુ. કઠુઆ વિસ્તારમાં બીએસએફની કનેસર પોષ્ટની સામેની પાક સાઈડ પરથી આ ડ્રોન કંટ્રોલ કરવામાં આવ્યું હતુ. પાક એજન્સીઓ દ્વારા કાશ્મીરમાં સક્રિય જૈસએ મોહમદના પાક આતંકીઓને આ હથીયારો પૂરા પાડવામાં આવે છે. હથીયારો આ રીતે દેશમાં ઘુસાડવાની કોશિષ અગાઉ સરહદના વિસ્તારોમા પાક કરી ચૂકયું છે. ખાસ કરીને કુપવાડા, રાજૌરી અને જમ્મુ વિસ્તારોમાં આવી પેરવી થઈ ચૂકી છે.
પાકે ફરી કર્યુ સીઝફાયર ઉલ્લંઘન
શુક્રવારે પાકિસ્તાની સેનાએ ફરી વખત એલઓસી સાથે જોડાયેલા જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના શાહપૂર, કસ્બા અને કારની સેકટણમાં કેટલીક વખત ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ નિવેદન બહાર પાડી જણાવ્યું હતુ કે શુક્રવારે સવારે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના રામપૂર સેકટરમાં પાકે સીઝફાયરનું ઉલ્લંખન કરી ગોળીબાર કર્યો હતો. પાક સેનાએ કોઈપણ જાતની ઉશ્કેરણી વગર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતુ.