પંજાબના ગુરુદાસપુરમાં ભારતીય સરહદે ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ ઠાર કર્યો, વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી.
BSFના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી મંગળવારે સવારે લગભગ 6.45 કલાકે કરવામાં આવી હતી જ્યારે ઘૂસણખોર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. BSF દ્વારા તેને ચેતવણી આપવા છતાં ભારતીય સરહદમાં અંદર ઘૂસી આવેલ હતો જેથી તેને BSF દ્વારા ઠાર કરવામાં આવેલ છે.
વધુંમાં રવિવારે BSF જવાનોએ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ડ્રોન પર ફાયરિંગ કર્યું અને તેને પાછું વળતું કર્યું. BSFની 18 બટાલિયનની BOP કાસોવાલ બોર્ડર પર તૈનાત સૈનિકોએ સરહદ પર પાકિસ્તાની ડ્રોન ઉડતું જોયું. તાત્કાલિક કાર્યવાહી કરીને જવાનોએ ડ્રોન પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ તેને પરત ફરવા મજબૂર કર્યું હતું.
પાછલા ઘણા દિવસોથી નાપાક પાકિસ્તાન પોતાના ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે પરતું ભારતીય સેના દ્વારા તેને ચારે ખાને ચિત કરીને માત આપવામાં આવે છે.