કોન્સ્ટેબલનાં ઘરને બીએસએફ ફરીથી નવનિર્મિત કરી પરિવારને આર્થિક સહાય કરશે

પુષ્પેન્દ્રસિંહ રાઠોડ જામનગર સ્ટેટનાં જમાઈ પણ છે જે સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત : નરેન્દ્ર મોદી સાથે ઉંટ સવારી કરી તેઓને બોર્ડર સુરક્ષા વિશે માહિતગાર પણ કર્યા હતા

1

દિલ્હી ખાતે થયેલ હિંસામાં અનેકવિધ લોકોનાં જાનમાલને ઘણીખરી નુકસાની પહોંચી છે જેમાં બીએસએફનાં કોન્સ્ટેબલ મોહમદ અનીશનું ઘર પણ તહેસ નહેસ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ સ્થિતિને ધ્યાને લેતા બીએસએફ ડીઆઈજી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ કોન્સ્ટેબલનાં ઘ્વસ્ત થયેલ ઘરની મુલાકાત લીધી હતી અને તેનાં ઘરને ફરીથી નવનિર્મિત કરી પરીવારને આર્થિક સહાય આપવાનું પણ જણાવ્યું હતું. પુષ્પેન્દ્રસિંહ રાઠોડ માત્ર બીએસએફ ડીઆઈજી નહીં પરંતુ તેમનાં સંબંધો ગુજરાતનાં જામનગર સ્ટેટ સાથે પણ છે.

Banna

ઉલ્લેખનીય છે કે, ડીઆઈજી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ જામનગર સ્ટેટનાં જમાઈ પણ છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતની સરહદીય સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તે સમયે પુષ્પેન્દ્રસિંહ રાઠોડે તેઓને ઉંટ સવારી કરાવી હતી અને બોર્ડર એરીયા અંગે માહિતગાર પણ કર્યા હતા. કેન્દ્રમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં નામ હોવાથી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ હાલ બીએસએફનાં ડીઆઈજી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે અને ઉચ્ચ સ્તરીય કામગીરી પણ કરે છે.

IMG 20200302 WA0003

દિલ્હીમાં થયેલ હિંસામાં દંગા ફસાતમાં સંડોવાયેલા આરોપીઓએ બીએસએફ કોન્સ્ટેબલનાં ઘરને પણ છોડયું ન હતું. મોહમદ અનીશ દિલ્હીનાં ખજુરીખાસ વિસ્તારમાં રહેતા હતા જે વિસ્તાર હાલ દંગાની ચપેટમાં આવ્યો હતો. કોન્સ્ટેબલનાં ઘરમાં તોડફોડ કરી હિંસા કરનાર લોકોએ તેના ઘરમાં આગ પણ ચાંપી દીધી હતી. આ તકે બીએસએફએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સંપર્ક સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, બીએસએફની ટીમ દિલ્હી આવી કોન્સ્ટેબલ મોહમદ અનિશનું ઘર ફરીથી નવનિર્મિત કરશે અને પરીવારને આર્થિક સહાય પણ કરશે. હાલ દિલ્હીમાં હિંસા થયા પછી સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે.

 

બીએસએફ ડીઆઈજી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ દિલ્હી ખાતે બીએસએફની એક વિશેષ ટુકડી આવી છે કે જે બીએસએફ કોન્સ્ટેબલ મોહમદ અનિશનાં ઘરને પૂણ: નવનિર્મિત કરશે અને તેમને જે નુકસાન થવા પામ્યું છે તેમાંથી તેઓને વેલફેર ફંડમાંથી આર્થિક સહાય પણ આપવામાં આવશે. હાલ બીએસએફ કોન્સ્ટેબલ મોહમદ અનિશ ઓડિસ્સા ખાતે ફરજ બજાવી રહ્યા છે અને તેઓની ટ્રાન્સફર ટુંક સમયમાં જ દિલ્હી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.