દેશભરમાં આતંકીઓ દ્વારા થઇ રહેલી પ્રવૃતિઓને લઇ પોલીસ પેટ્રોલીંગ અને સઘન ચેકીંગ વધારવામાં આવ્યું છે. ત્યારે કચ્છ જીલ્લાના ભુજ ખાતેથી બીએસએફે પાકિસ્તાની ધુસણખોરને ઝડપી પાડયો છે.
આતંકીઓની હરકત ઉપર ચાંપતી નજર રાખી સુરક્ષા સૈનાનીઓ ખડપગે છે. ધરપકડ કરાયેલ ધુસણખોર પાસેથી ભારતીય ચલણ પણ ઝડપી પાડવામાં આવી છે.જો કે તે ખરેખર બોર્ડર ઉપર નદી પરંતુ ભુજના શહેરમાંથી ઝડપાયો છે.માટે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પુરતી તપાસ કરવામાં આવી રહી છે.અને તેનું માનસીક સ્વાસ્થ્ય પણ તપાસવામાં આવી રહ્યું છે.