સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આસાનીથી પાકિસ્તાની હુમલાનો શિકાર બની શકે તેમ હોય બીએસએફ દ્વારા સાવચેતીના પગલારૂપે રાત્રે બ્લેક આઉટની સલાહ

પુલવામામાં થયેલા આતંકી હુમલાનો એર સ્ટ્રાઇકથી કડક જવાબ આપનારા ભારત સામે પાકિસ્તાની સરકાર ઝુકી ગઇ છે. પરંતુ, પાકિસ્તાની સેના એર સ્ટ્રાઇક બાદ સમયાંતરે ભારતની સરહદ પર છમકલા કરીને સીમા ફાયરનો ઉલ્લંધન કરતું રહે છે. પાકિસ્તાની સેના આગામી સમયમાં વધારે છમકલા અને હુમલા કરે તેવી સંભાવના ભારતીય ગુપ્તચર એજન્સીઓએ વ્યકત કરી છે. ત્યારે ગુજરાતમાં આવેલા સરહદી વિસ્તારમાં સુરક્ષા કરી રહેલા બીએસએફ સરહદી ગામોમાં બ્લેક આઉટ કરવાની હિમાયત કરી છે.

ગુજરાતના સરહદી જીલ્લા બનાસકાંઠા જીલ્લાના અનેક ગામો પાકિસ્તાન સરહદથી માત્ર ૧૦ કી.મી. ના અંતરે આવેલા છે આ સરહદી વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા પાકના છમકલાની આશંકાએ રાઉન્ડધી કલોક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવું એક ગામ મેધપુર રાડોસન કે જેની વસ્તી આશરે ૩૦૦ ની છે.

તે પાકિસ્તાનની સરહદની માત્ર ૧૦ કીમી દુર આવેલું છે. જેમાં તથા પાડોશમાં આવેલા મયોલા, મવસારી અને શિવનગરમાં બીએસએફ દ્વારા ગ્રામ્યજનોને રાત્રે બ્લેક આઉટ કરીને લાઇટો બંધ રાખવા હિમાયત કરી છે. આ ગામોમાં બીએસએફ દ્વારા હેલ્પ લાઇન નંબરો દિવાલો પર ચીતરીને ગ્રામ્યજનોને ઇમરજન્સી સ્થિતિમાં તુરંત સંપર્ક કરવા સુચનાઓ આપી છે.

આ અંગે મેધપુરા રાડોસન ગામના સરપંચ દિલીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમારું ગામ સરહદની નજીક હોય અમોને રાત્રે લાઇટો ન કરવા અમોને બીસીએફના અધિકારીઓએ સુચનાઓ આપી છે તેવી જ રીતે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત તરફના આખરી ગામ ઇવાલમાં પણ બીએસએફે રાત્રે બ્લેક આઉટ રાખવા સુચના આપી છે. ઇવાલ ગામના સરપંચ બાબુ આલે જણાવ્યું હતું. કે અમો રાત્રે ગામની સ્ટ્રીટલાઇટો ચાલુ નથી કરતા અમારા ગામમાં માત્ર કરિયાણા દુધ જેવી જરુરીયાત વાળી દુકાનોમાં જ રાત્રે લાઇટો ચાલુ રાખવાની સુચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.