સ્ટોકમાં રહેલા બીએસ-૩ વાહનોને પાડોશી દેશોમાં વેંચવામાં આવશે: બીએસ-૪માં અપગ્રેડ કરાય તેવી પણ શકયતા
બીએસ-૩ વાહનો ઉપર પ્રતિબંધ લાગવાનો હોવાી બજારમાં આ પ્રકારના વાહનો ઉપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે વાહનોના શો-‚મ ઉપર બીએસ-૩ વાહનો ખરીદવા માટે લોકોની પડાપડી ઈ હતી. તેમ છતાં હજુ વાહનોના ઉત્પાદકો પાસે ૫૬૩૩ કરોડના ૧,૪૦,૦૦૦ બીએસ-૩ વાહનો પડયા હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આ વાહનો નહીં વેંચવાનું કારણ ખરીદીનો અભાવ છે કે કાળા બજાર તેવા પ્રશ્ર્ન ઉઠી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે ૧લી એપ્રિલ બાદ બીએસ-૩ના વાહનો પર રોક મુકી હતી. જેના પરિણામે આ વાહનને વહેલી તકે વેંચી મારવા માટે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે લોકોની કતારો જોવા મળી હતી. ત્યારે આ કતારો છતાં વાહનો વેંચાયા ન હોવાી પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે, વાહનોના ઉત્પાદકો બીએસ-૩ વાહનોને બીએસ-૪માં અપગ્રેડ કરશે. કારણ કે, વેંચાયા વગરના વાહનોને ફરીી બજારમાં મુકવા માટે આ એક જ વિકલ્પ બાકી રહ્યો છે.
વાહન ઉત્પાદન ક્ષેત્રના અમુક નિષ્ણાંતોનું કહેવું છે કે, સ્ટોકમાં બાકી રહેલા બીએસ-૩ વાહનોને બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા સહિતના પાડોશી દેશોની બજારમાં મુકવાની પણ તૈયારી શ‚ કરવામાં આવી છે. જયાં ઉત્પાદકોને પુરતી કિંમત મળી રહેશે. ૧૦ ી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ છતાં પણ હજુ લાખો વાહનો પડયા છે જેનો નિકાલ કરવા માટે રસ્તાઓ શોધવામાં આવી રહ્યાં છે. બીએસ-૩ વાહનો ધરાવતી કંપનીઓમાં અશોક લેલન્ડ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, વોલ્વો આઈસર, હિરો મોટો કોર્પ, હોન્ડા સહિતની કંપનીઓનો સમાવેશ ાય છે.