ધાતરવડી નદીના કાંઠેથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી : પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસનું તારણ

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં એક તરૂણીની ધાતરવડી નદીના કાંઠેથી હત્યા કરેલ લોહીમાં લથબથ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા તેની હત્યા પ્રેમ પ્રકરણમાં કરાયા હોવાની શંકા શેરવતા પોલીસે તે દિશામાં તેના પરિવાર અને આસપાસના વિસ્તારોમાં પૂછતાછ હાથધરી છે.

વિગતો અનુસાર રાજુલા તાલુકાના નવી અને જૂની માંડરડી નજીક આવેલ ધાતરવડી નદીના કાંઠેથી એક ૧૬ વર્ષીય તરૂણીની લાશ મળી આવી હતી.સ્થાનિકોને ઘટનાને લઈને જાણ થતા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો અને આ તરૂણીની લાશને જોતા પથ્થરના ઘા મારેલ હોવાના નિશાન અને લોહી જોવા મળતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જે સાચી ઠરી હતી.વધુ તપાસમાં ખુલ્યું કે, મૃતક તરૂરી રસીલા વાલજીભાઇ બાબરીયા (ઉ.વ.૧૯,૨હે.જૂની માંડરડી)ની હતી. આ તરૂણીની હત્યા થઇ હોવાનું તારણ ઉપજતા રાજુલા પોલીસ,એલસીબી,એસઓજી સહિતના કર્મચારીઓ તેમજ સ્થાનિક મામલતદાર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે પોલીસ દ્વારા યુવતીની ઓળખાણ કરીને તેના પરિવારજનોના નિવેદન લેવાની કામગીરી પણ શરુ કરવામાં આવી હતી. તેની લાશને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. કરવા માટે મોકલવામાં આવી હતી.જોકે કોઈ અજાણ્યાએ નદીના કાંઠે જ આ ઘટનાને અંજામ આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈહોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત બહાર આવી રહી છે. જોકે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. હત્યાના ભેદ ઉકેલવા માટે ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અલગઅલગ ચાર ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.