બાઈક રેસ કરી કતરાઈને જોવા બાબતેના મન-દુ:ખમાં યુવાનને મોતને ઘાટ ઉતાયો
યુવક સ્કુટર પર બેસી ચા પી રહ્યો હતો ત્યાં એક શખ્સે લમળે ગોળી ધરબી પતાવી દીધો
વેરાવળ શહેરમાં સતત ધમધમતા એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગઈકાલ સાંજના સમયે સરા જાહેર ફાયરીંગ કરી એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે.મૃતક યુવાન પોતાના સ્કુટર પર બેસી ચાપી રહ્યો હતો તે સમયે એક શખ્સે તેના લમણે ગોળીધરબી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતુકે મૃતક યુવાનને એક શખ્સ સાથે બાઈક રેસ કરી કતરાઈનેજોવા બાબતેના જૂના મનદુ:ખમાં હત્યા કરાયાનું સામે આવ્યું છે.
બનાવની વિગતો મુજબ વેરાવળ ખાતે રહેતા નિતેશ ઉર્ફે ભુવા આતા સરમણભાઈ કટારીયા ઉ.44 નામના યુવાનની તેના જ ગામના રમેશ ઉર્ફે ગોવાળીયા અરજણ ચાવડા નામના શખ્સે તેના લમણે ગોળી ધરબી સરાજાહેર એસ.ટી.બસ સ્ટોપ પાસે કરપીણ હત્યા નીપજાવી હતી આ મામલે મૃતક નિતેશ ઉર્ફે ભુવા આતાના ભાઈ નારણભાઈ કટારીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસ રમેશ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુકે ગઈકાલ સાંજના સમયે નમસ્તે હોટલ નજીક બેઠો હતોત્યારે તેના કાકાના દીકરાનો તેનામાં ફોન આવ્યો હતો. જેમાં તેને કહ્યું હતુ કે તમારા ભાઈ ભુવાઆતાને રમેશ ગોવાળીયાએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધેલ છે. જેથી તેબસ સ્ટેન્ડ પાસે દોડી ગયો હતો. અને તેના ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુતેનું ત્યાંમોત નિપજયું હતુ બનાવનીજાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ અને ંહોસ્પિટલે દોડી ગયો હતો અને પોલીસે પૂછતાછ કરતા મૃતકના ભાઈએ જણાવ્યું હતુ કે, રમેશ ઉર્ફે ગોવાળીયા ચાવડાને તેર વર્ષ પહેલા તેના મિત્ર સંજય ડોસા (રહે. જૂનાગઢ) સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી.
અને સંજય ડોસા બંને ભાઈઓને અવાર નવાર મળતો હોવાથી આ વાત રમેશ ગોવાળીયાને ગમતી ન હતી જેથી થોડા સમય પહેલા મેરીયાની હોટલ તે બેઠો હતો. ત્યારે રમેશ ગોવાળીયા પોતાની બાઈક પર આવી બાઈક રેસ કરી તેના સામે કતરાઈને જોઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જે વાતનું મનદુ:ખ રાખી તેને હત્યા કર્યા હોવાનું સામે આવતા પોલીસે રમેશ સામે હત્યાની કલમનો ગુનો નોંધી તેનીશોધખોળ હાથ ધરી છે.